ગોધરામાં નવરાત્રી માટે CPR તાલીમ અને મેડિકલ ટીમ રાખવા સૂચના:SP ડૉ. હરેશ દુધાતે ગરબા આયોજકો સાથે બેઠક કરી

📅 Published: October 6, 2026 | 📂 Category: gujarati-news

ગોધરામાં નવરાત્રી મહોત્સવ પહેલા પંચમહાલ પોલીસે સુરક્ષાની તૈયારીઓ શરૂ કરી છે. આ માટે જિલ્લા પોલીસ વડા SP ડૉ. હરેશ દુધાતે ગરબા આયોજકો અને શાંતિ સમિતિના સભ્યો સાથે બેઠક કરી હતી. બેઠકમાં કાયદો અને વ્યવસ્થા, સુરક્ષા તેમજ ટ્રાફિક વ્યવસ્થા પર ચર્ચા થઈ. SPએ આયોજકોને ખેલૈયાઓ અને પરિવારજનોની સલામતીને પ્રાથમિકતા આપવા સૂચના આપી. હાર્ટ એટેક જેવી ઘટનાઓ ટાળવા માટે CPRની તાલીમ, ગરબા ગ્રાઉન્ડ પર મેડિકલ ટીમ અને ખેલૈયાઓના વીમાની વ્યવસ્થા રાખવા પણ સૂચના અપાઈ. SP ડૉ. દુધાતે શાંતિપૂર્ણ અને સુરક્ષિત નવરાત્રી ઉજવવા અપીલ કરી. કોઈપણ અણબનાવ જણાય તો તાત્કાલિક ડાયલ 112 પર પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *