ગોધરામાં પોલીસે બે અલગ-અલગ ગુનાઓમાં કાર્યવાહી કરી છે. બે વર્ષથી ફરાર જુગારનો એક આરોપી ઝડપાયો, જ્યારે પરિણીતા પર રૂ. 25 લાખ દહેજ માટે સાસરિયાઓએ ત્રાસ આપ્યાનો ગુનો નોંધાયો છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) બાતમીના આધારે ગોધરાના કલાલ દરવાજા પાસે પાણીના ફુવારા નજીકથી વિજય ખાનચંદ રામાણીને પકડ્યો. તે 2024ના જુગાર કેસમાં વોન્ટેડ હતો. ગોધરા મહિલા પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ ફરિયાદ નોંધાવી કે, લગ્નના ચાર મહિના પછી સાસરીયાઓએ તેને ત્રાસ આપવાનું શરૂ કર્યું. પતિ વિજય બામણીયા નોકરી માટે પિયરમાંથી ₹25 લાખ માંગતો હતો. સાસુ-સસરા કરિયાવર અને ચાંદીની વીંટી બાબતે મહેણાં-ટોણાં મારતા, નણંદ રસોઈ બાબતે અપમાનિત કરતી. સાસરીયાઓએ ધમકી આપી પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકતા પોલીસે પતિ સહિત સાસુ, સસરા અને નણંદ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી.
ગોધરામાં બે વર્ષથી ફરાર જુગારનો આરોપી ઝડપાયો:સાસરિયાઓએ પરિણીતા પર રૂ. 25 લાખ દહેજ માટે ત્રાસ ગુજાર્યો
📅 Published: October 5, 2026 |
📂 Category: gujarati-news
