ગોધરા નગરપાલિકા ફાયર વિભાગ ખાતે વિશ્વકર્મા જયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પાવન અવસરે ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા ફાયર ફાઈટિંગમાં ઉપયોગમાં લેવાતા તમામ વાહનો, અદ્યતન સાધનો અને વિવિધ ઉપકરણોનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું. આધુનિક ટેક્નોલોજીથી આપાતકાલીન કામગીરી વધુ અસરકારક
આ પ્રસંગે અધિકારીઓ અને કર્મચારીઓએ ભગવાન વિશ્વકર્માને યાદ કરી જણાવ્યું હતું કે, એન્જિનિયરિંગ અને ટેક્નોલોજીના માધ્યમથી માનવસેવા માટે તૈયાર કરવામાં આવેલા આધુનિક સાધનો સમાજ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યા છે. ફાયર વિભાગમાં અત્યાધુનિક ટેક્નોલોજી અને સાધનોના ઉપયોગથી આગ જેવી આપાતકાલીન પરિસ્થિતિમાં લોકોના જીવન તેમજ સંપત્તિને બચાવવાની કામગીરી વધુ ઝડપી અને અસરકારક બની છે. સાધનોની યોગ્ય જાળવણી સાથે સેવા કરવાનો સંકલ્પ
વિશ્વકર્મા જયંતીના પ્રસંગે ફાયર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ ફાયર ફાઈટિંગના સાધનોની યોગ્ય જાળવણી તેમજ તેમનો અસરકારક ઉપયોગ કરીને જરૂરિયાતના સમયે લોકોને ઝડપી અને સારી સેવા આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
ગોધરા ફાયર વિભાગમાં વિશ્વકર્મા જયંતીની ઉજવણી:ફાયર વાહનો અને સાધનોનું શાસ્ત્રોક્ત પૂજન કરાયું
📅 Published: September 17, 2026 |
📂 Category: gujarati-news
