ગોધરા ભુરાવાવ એસ.ટી. ડેપોમાં ભીષણ આગ:કંટ્રોલ રૂમ સહિત 6થી વધુ દુકાનો બળીને ખાખ, બે કલાકથી વધુની જહેમત બાદ આગ પર કાબૂ

📅 Published: November 16, 2026 | 📂 Category: gujarati-news

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલા એસ.ટી. બસ ડેપોમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર ડેપો પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટના સમયે ડેપોમાં મોટી સંખ્યામાં મુસાફરો હાજર હોવાથી ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, સમયસૂચકતા વાપરી તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. કંટ્રોલ રૂમ સહિત દુકાનો બળીને ખાખ
આગ એટલી વિકરાળ હતી કે એસ.ટી. ડેપોના કંટ્રોલ રૂમ સહિત 6થી વધુ દુકાનો આગની લપેટમાં આવી ગઈ હતી અને બળીને ખાખ થઈ હતી. આગને કારણે ડેપો પરિસરમાં ભારે નુકસાન થયું હતું. દરમિયાન આગની વચ્ચે ગેસ સિલિન્ડરો પણ હોવાથી મોટી દુર્ઘટનાની આશંકા ઊભી થઈ હતી. જીવના જોખમે ગેસ સિલિન્ડરો બહાર કાઢ્યા
ઘટનાની જાણ થતાં ગોધરા, શહેરા અને કાલોલ સહિતનાં સ્થળોએથી પાંચથી વધુ ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરો દ્વારા જીવના જોખમે આગની વચ્ચે રહેલા ગેસ સિલિન્ડરો સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ કામગીરીને કારણે સંભવિત મોટી દુર્ઘટના અને જાનહાનિ ટળી હતી. બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ
આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એસ.ટી. વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ફાયર વિભાગની ટીમોએ બે કલાકથી વધુ સમય સુધી ભારે જહેમત ઉઠાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. તંત્ર દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કંટ્રોલ રૂમ અને દુકાનોને ભારે નુકસાન પહોંચ્યું છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *