ગોપાલ નમકીનના જૂના વેરહાઉસમાં આગ:રાજકોટમાં લોધીકાના રાવકી ગામે PVC પ્લાસ્ટિકની કંપનીમાં આગથી અફડાતફડી : બંને આગમાં જાનહાનિ નહીં

📅 Published: November 5, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટના વડવાજડી ઇશ્વરીયા રોડ ઉપર ગોપાલ નમકીનના જૂના વેર હાઉસમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. જેમાં ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી
તેને કાબુમાં લેવામાં આવી છે જ્યારે રાવકી – તરવડા રોડ પર PVC પ્લાસ્ટિકની કંપનીમાં આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી. જોકે ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. કાલાવડ રોડ ઉપર વડ વાજડી પાસે ગોપાલ નમકીનના જુના વેરહાઉસમાં આજે બપોરના સમયે અચાનક આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી. વેરહાઉસના યુનિટમાં જૂના કલરના માલસામાનમાં આગ લાગી હતી. જેથી રાજકોટથી એક અને મેટોડાથી ફાયર બ્રિગેડની 2 ગાડીઓ ત્યાં પહોંચી ગઈ હતી અને ત્યારબાદ ફાયર ફાઈટરની મદદથી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો તો કે આગને કારણે કેટલું નુકસાન થયું છે તે હજુ સુધી સામે આવ્યું નથી. આ ઉપરાંત રાજકોટમાં લોધીકાના રાવકી ગામે PVC પ્લાસ્ટિકની કંપનીમાં આગથી અફડાતફડી : બંને આગમાં જાનહાનિ નહીંPVC પ્લાસ્ટિકની કંપનીમાં પણ આગની ઘટના સામે આવી હતી જેથી રાજકોટ ફાયર બ્રિગેડની એક ગાડી ત્યાં પહોંચી ગઈ હતી અને ફાયર વિભાગના સ્ટાફ દ્વારા ફાયર ફાઈટરની મદદથી તાત્કાલિક પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને તેથી આગ કાબુમાં આવી ગઈ હતી. જેમાં પણ કયા કારણોથી આગ લાગી અને કેટલું નુકસાન થયું છે તે જાણવા મળ્યું નથી. 15 કલાકમાં આગના 10 બનાવો, જાનહાનિ ન થતા ફાયર વિભાગને હાશકારો દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરમાં આગની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. દિવાળીના પર્વની ઉજવણી પૂર્વે જ ગઈકાલ રાત્રિના 11 વાગ્યાથી આજે બપોરના 2 વાગ્યા સુધીના આશરે 15 કલાકના સમયગાળામાં શહેરના વિવિધ વિસ્તારોમાં આગ લાગવાના કુલ 10 બનાવો નોંધાયા હતા. આ તમામ બનાવોની જાણ થતાં જ ફાયર વિભાગની અલગ-અલગ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર ફાઈટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવવા તેમજ તેને સંપૂર્ણપણે કાબૂમાં લેવા કામગીરી કરવામાં આવી હતી. જોકે સદનસીબે તમામ બનાવોમાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *