ગોમતીપુરમાં યુવક પર બે ભાઈઓએ તલવારથી હુમલો કર્યો:ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયો, બાળકોને ઝઘડો થતા વચ્ચે પડ્યો હતો

📅 Published: November 14, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદના ગોમતીપુરમાં આવેલી પૂજારીની ચાલી ખાતે બાળકોને રમવા બાબતે થયેલા ઝઘડામાં વચ્ચે બચાવ કરવા ગયેલા યુવક પર બે શખ્સોએ તલવારથી હુમલો કરતા ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ અંગે યુવકે બંને શખ્સો સામે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તું છોકરાઓને રમવા કેમ નથી દેતો કહીને અપશબ્દો બોલ્યા
​ગોમતીપુરની પૂજારીની ચાલી નજીક આયેશા મસ્જિદની ગલીમાં રહેતા 45 વર્ષીય મોહમદ હુસેન શેખ છૂટક મજૂરી કામ કરે છે. ગત 10 નવેમ્બરે રાત્રિના સમયે પોતાની ચાલીમાં હાજર હતા. ત્યારે ચાલીમાં બબલુભાઈના છોકરાઓ અંદરોઅંદર ઝઘડી રહ્યા હતા. આ જોઈને મોહમ્મદ હુસેને છોકરાઓને અહીં ઝઘડો નહીં કરવા અને ઘરે જતા રહેવા માટે સમજાવ્યા હતા. ​ આ વાતની અદાવત રાખીને બબલુભાઈના ભત્રીજાઓ કેફ સલીમભાઈ હાશ્મી અને તોસિફ કામિલભાઈ હાશ્મી ત્યાં આવ્યા હતા અને હુસેનને તું છોકરાઓને રમવા કેમ નથી દેતો કહીને અપશબ્દો બોલવા લાગ્યા હતા. બાદમાં બંનેએ ઉશ્કેરાઈ મારામારી કરવા લાગ્યા હતા. આટલુ જ નહીં બંનેએ તલવાર લઈ આવીને હુસેન પર હુમલો કરીને ઇજાગ્રસ્ત કર્યો હતો. મારી નાખીશું તેવી ધમકી આપીને ત્યાંથી નાસી છૂટ્યા
બુમાબુમ થતા આસપાસના લોકો આવી જતા બંને આરોપીઓ હવે છોકરાઓને રમવા નહીં દે તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપીને ત્યાંથી નાસી છૂટ્યા હતા. જ્યારે ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. આ અંગે યુવકે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં બંને શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *