વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા શાકમાર્કેટમાં ગત મોડી રાત્રે શાકભાજી વેચનાર અને શાકભાજી ખરીદવા આવેલા ગ્રાહકો વચ્ચે મારામારીની ઘટના સામે આવી હતી. રાત્રિના સમયે બનેલી આ ઘટનાને પગલે શાકમાર્કેટમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને શાકભાજી ખરીદવા આવેલા ગ્રાહકોમાં પણ ગભરાટ ફેલાયો હતો. મારામારી દરમિયાન પથારા પર મૂકેલી શાકભાજીને પણ નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં ગોરવા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મારામારી કરનાર 4 શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે સદ્દામ શેખ, સરફુદ્દીન શેખ, સુરજ વર્મા અને ધીરજ વર્માની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રાત્રિના સમયે ગોરવા શાકમાર્કેટ ખાતે મારામારીની ઘટના બની હતી. ઘટનાને પગલે પોલીસે સ્થળ પર પહોંચી સ્થિતિ કાબૂમાં લીધી હતી. ત્યારબાદ ચારેય આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. મારામારી દરમિયાન શાકભાજીના પથારાને નુકસાન થતાં વેપારીને પણ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે ગોરવા પોલીસે ચારેય આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
ગોરવા શાકમાર્કેટમાં શાકભાજી વેચનાર-ગ્રાહક વચ્ચે મારામારી:મારામારી દરમિયાન શાકભાજીના પથારાને નુકસાન, માર્કેટમાં અફરાતફરી મચી ગઈ,ગોરવા પોલીસે 4 આરોપીઓને ધરપકડ કરી
📅 Published: September 30, 2026 |
📂 Category: gujarati-news
