ગ્રાહક બની આવેલા શખ્સે 8 સોનાની ચેઈન ચોરી લીધી, CCTV:પારડીની જ્વેલર્સ દુકાનમાંથી 2.50 લાખના દાગીના સેરવ્યા

📅 Published: October 4, 2026 | 📂 Category: gujarati-news

પારડીના વલસાડી ઝાંપા કુંભારવાડમાં આવેલી બંસી જ્વેલર્સમાંથી એક શખ્સે ગ્રાહક બનીને દુકાનદાર દીપક પારેખની નજર ચૂકવી 8 સોનાની ચેઈન ચોરી લીધી. ચોરાયેલા દાગીનાનું વજન 50 ગ્રામ અને તેની કિંમત 2.50 લાખ રૂપિયા છે. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. ટોપી અને માસ્ક પહેરીને આવેલો આ શખ્સ બપોરે દુકાનમાં આવ્યો હતો. તેણે 1900 રૂપિયા ચૂકવી એક બુટ્ટી ખરીદી. પછી ‘પત્નીને બતાવીને આવું છું’ કહીને તે જતો રહ્યો. થોડીવાર પછી તે ફરી આવ્યો અને બુટ્ટી પસંદ ન હોવાનું કહીને નીકળી ગયો. તેના ગયા પછી દીપકભાઈએ દાગીના તપાસ્યા તો 8 સોનાની ચેઈન ગાયબ હતી. દુકાનદારે તરત પારડી પોલીસને જાણ કરી. પોલીસે CCTV ફૂટેજના આધારે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તેની ઓળખ અને ધરપકડ માટે તપાસ શરૂ કરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *