ઘરઘાટી 4 લાખ રોકડા અને પાસપોર્ટ લઈ ફરાર:જાસપુરમાં વૃદ્ધને પગમાં ફ્રેક્ચર થતા રાખ્યો હતો, સાંતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

📅 Published: August 21, 2026 | 📂 Category: gujarati-news

ગાંધીનગરના જાસપુર ગામના શિલ્પગ્રામ-1 માં રહેતા ઈમિગ્રેશન અને વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા 92 વર્ષીય વૃદ્ધની સારસંભાળ અને દેખરેખ રાખતો ઘરઘાટી જ ઘરમાંથી ₹ 4 લાખની રોકડ રકમ અને પાસપોર્ટ સરકાવીને વતન ભાગી છૂટ્યો છે. આ અંગે સાંતેજ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. વૃદ્ધને પગમાં ફ્રેક્ચર જતા ઘરઘાટી રાખ્યો હતો
કલોલ તાલુકાના જાસપુર ગામે શિલ્પગ્રામ-1 માં રહેતા ઈમિગ્રેશન અને વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા 92 વર્ષીય વૃધ્ધને પગમાં ફ્રેક્ચર થતાં તેમની સંભાળ રાખવા માટે રાખેલો નોકર સાગર વસંતલાલ કટારાએ ચોરીને અંજામ આપ્યો છે. ગત તા. 14 ઓગસ્ટ થી 19 ઓગસ્ટ દરમિયાન કોઈપણ સમયે સાગર કટારાએ રમેશભાઈના ઘરના ઈમિગ્રેશન કામ માટેના રૂમમાંથી કાળા રંગનું પર્સ અને ટ્રાવેલિંગ બેગ ચોરી લીધા હતા. રૂપિયાની બેગ ગુમ હતી
આ બેગમાં આશરે ₹ 4 લાખની રોકડ રકમ, રમેશભાઈનો પાસપોર્ટ અને અન્ય મહત્વના દસ્તાવેજો રાખેલા હતા. 19 ઓગસ્ટના રોજ સાંજે જ્યારે રમેશભાઈના કૌટુંબિક સ્નેહી અને હાઈકોર્ટના વકીલ ગૌરાંગભાઈ અમૃતલાલ વાઘેલા ઘરે આવ્યા ત્યારે આ ચોરી અંગે માલૂમ પડ્યું હતું.રમેશભાઈએ રૂમમાં બેગ ગાયબ જોતાં તપાસ કરી તો તે જગ્યાએથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. સાગર કટારા ચોરીને કરીને ફરાર, મોબાઈલ ભૂલો ગયો
જે અંગે ઘરમાં કામ કરતા અન્ય ઘરઘાટી જગદીશ કટારાને બોલાવી પૂછપરછ કરતા તેણે આ ફોન સાગર કટારાનો હોવાનું કહ્યું હતું. જેથી સાગર જ આ ચોરી કરીને ભાગી ગયો હોવાની ખાતરી થઈ હતી. ચોરી કર્યા બાદ આરોપી પોતાનો મોબાઈલ ફોન ઘટનાસ્થળે જ ભૂલી ગયો હતો. રમેશભાઈ મોટી ઉંમરના અને બીમાર હોવાને કારણે પોલીસ સ્ટેશને જઈ શકે તેમ ન હોવાથી તેમના વતી વકીલ ગૌરાંગભાઈ વાઘેલાએ સાંતેજ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *