ચાણસ્માના લણવા નજીક ટ્રેનની અડફેટે યુવકનું મોત:રાત્રે આંટો મારતી વખતે જોધપુર ચેન્નાઈ ટ્રેનની અડફેટે ચડ્યો; પોલીસે તપાસ શરૂ કરી

📅 Published: September 9, 2026 | 📂 Category: gujarati-news

ચાણસ્માના લણવા ગામ નજીક મોડી રાત્રે જોધપુર-ચેન્નઈ ટ્રેનની અડફેટે આવતા 19 વર્ષીય યુવકનું મોત થયું છે. ટ્રેનના ચાલકે 108ને જાણ કરતા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેનો જીવ બચાવી શકાયો નહીં. મૃતક યુવકનું નામ વિશાલસિંહ બળવંતસિંહ રાજપુત હતું અને તે લણવા ગામનો રહેવાસી હતો. તે મોડી રાત્રે રેલવે ફાટક નજીક આંટા મારી રહ્યો હતો, ત્યારે આ ઘટના બની હતી. ટ્રેનની અડફેટે આવતા વિશાલસિંહને ગંભીર ઈજાઓ થઈ હતી. ટ્રેનના ચાલકે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને 112 પોલીસ વાનને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, સારવાર મળે તે પહેલા જ ગંભીર ઈજાઓને કારણે યુવકનું મોત નીપજ્યું હતું. મૃતકના પિતાએ ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ પીએસઆઈ વી.એન. પંડ્યા કરી રહ્યા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *