ચાલુ ફ્લાઇટે પેસેન્જરને આખેઆખો ટેપથી બાંધી દીધો:નરકની વાતો કરતા બુમો પાડવા લાગ્યો, યાત્રીઓને બટકા ભર્યા, મારઝૂડ કરી; USમાં ઇમરજન્સી લેન્ડિંગ

📅 Published: September 7, 2026 | 📂 Category: International

અમેરિકામાં અમેરિકન એરલાઇન્સની એક ફ્લાઇટમાં 67 વર્ષના એક મુસાફરે ભારે હોબાળો મચાવ્યો. તેણે પહેલા ફ્લાઇટ એટેન્ડન્ટ અને અન્ય મુસાફરો વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરી. ત્યારબાદ તેણે નજીકમાં બેઠેલા મુસાફર પર હુમલો કર્યો અને વચ્ચે બચાવ કરવા આવેલી એક મહિલાને પણ ધક્કો માર્યો. પરિસ્થિતિ વણસતા ત્રણ મુસાફરોએ તેને કાબૂમાં લીધો અને ડક્ટ ટેપ તથા ઝિપ ટાઈ વડે સીટ પર બાંધી દીધો. આ ઘટનાને કારણે ફ્લાઇટને બાલ્ટીમોર ડાયવર્ટ કરવી પડી.આ ઘટના 3 સપ્ટેમ્બરની રાત્રે અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ 618માં બની હતી. વિમાન ટેક્સાસના ડલ્લાસ-ફોર્ટ વર્થથી ન્યૂ જર્સીના નેવાર્ક જઈ રહ્યું હતું. જીસસ અને નરકની વાતો કરતા બુમો પાડવા લાગ્યો રિપોર્ટ્સ અનુસાર, ઉડાનના લગભગ બે કલાક પછી મુસાફર અચાનક બાજુમાં બેઠેલા વ્યક્તિ પર બૂમો પાડવા લાગ્યો. તે જીસસ અને નરકમાં જવાની વાતો કરી રહ્યો હતો. ફ્લાઇટ એટેન્ડન્ટે તેને શાંત કરાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે વધુ આક્રમક બની ગયો. આરોપ છે કે તેણે એક અશ્વેત ફ્લાઇટ એટેન્ડન્ટ વિરુદ્ધ જાતિવાદી અપશબ્દો બોલી અને સમલૈંગિક લોકો વિશે પણ વાંધાજનક ટિપ્પણીઓ કરી. ત્યારબાદ તેણે નજીક બેઠેલા મુસાફર પર હુમલો કર્યો. 3 મુસાફરોએ મળીને કાબૂમાં લીધો આરોપી હિંસક બન્યા પછી ત્રણ પુરુષ મુસાફરો તેની મદદ માટે આગળ આવ્યા. તેઓએ મળીને તેને રોકવાનો પ્રયાસ કર્યો. તેમાં નિવૃત્ત અધિકારી જુઆન મેજિયા પણ સામેલ હતા. મેજિયાના મતે, થોડી જ સેકન્ડમાં વિમાનનું વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું. પહેલા બધું સામાન્ય હતું, પરંતુ મુસાફર અચાનક બૂમો પાડવા અને મારપીટ કરવા લાગ્યો. આરોપીને રોકવાના પ્રયાસ દરમિયાન તેણે મેજિયાના હાથ પર બટકું ભર્યુ. આ પછી ફ્લાઇટ ક્રૂએ મુસાફરોને ડક્ટ ટેપ અને ઝિપ ટાઈ આપી. મુસાફરોએ તેને સીટ સાથે બાંધી દીધો અને તેના હાથ ઝિપ ટાઈથી સુરક્ષિત કરી દીધા. યાત્રીઓએ ડક્ટ ટેપ અને ઝિપ ટાઈથી બાંધ્યો આરોપી વારંવાર છૂટવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આવી સ્થિતિમાં, યાત્રીઓ અને ક્રૂ મેમ્બર્સે તેને સીટ પર રોકવા માટે ડક્ટ ટેપ અને ઝિપ ટાઈનો ઉપયોગ કર્યો. વીડિયો અને તસવીરોમાં તેના હાથ-પગ બાંધેલા જોવા મળી રહ્યા છે. તેના માથાને પણ ટેપની મદદથી સીટના સહારે બાંધી દેવામાં આવ્યું હતું. રિપોર્ટ્સ અનુસાર, ફ્લાઇટ એટેન્ડન્ટ્સે યાત્રીઓને ડક્ટ ટેપ અને ઝિપ ટાઈ આપી હતી. બાલ્ટીમોરમાં ઉતરતા જ ધરપકડ કરી ફ્લાઇટને બાલ્ટીમોર-વોશિંગ્ટન ઇન્ટરનેશનલ થર્ગુડ માર્શલ એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. વિમાન ઉતર્યા બાદ મેરીલેન્ડ ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટી પોલીસે આરોપીની અટકાયત કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, તેની ઓળખ 67 વર્ષીય આર્થર લેન લુન્ડિન તરીકે થઈ છે. તે એરિઝોનાના ટક્સનનો રહેવાસી છે. તેની સામે સેકન્ડ-ડિગ્રી એસોલ્ટ અને ડિસઓર્ડરલી કન્ડક્ટના આરોપો લગાવવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે લુન્ડિનના હાથમાં એક ખુલ્લો ઘા પણ હતો. તેને ઘટનાસ્થળે પેરામેડિક્સે તપાસ્યો અને સારવાર પછી મુસાફરી માટે સુરક્ષિત જાહેર કર્યો. કોર્ટે જામીન પર મુક્ત કર્યો, 19 ઓક્ટોબરે સુનાવણી સ્થાનિક પોલીસની કાર્યવાહી ઉપરાંત FBI પણ આ મામલાની તપાસ કરી રહી છે. એજન્સી એ જોઈ રહી છે કે આ ઘટનામાં ફેડરલ કાયદા હેઠળ પણ કોઈ કેસ બને છે કે નહીં. FAA પણ આ ઘટનાની તપાસ કરી રહી છે. કોર્ટ રેકોર્ડ મુજબ, લુન્ડિન પ્રારંભિક સુનાવણીમાં હાજર થયો અને તેને તેના જામીન પર મુક્ત કરવામાં આવ્યો. તેની આગામી સુનાવણી 19 ઓક્ટોબરે નક્કી કરવામાં આવી છે. રિયલ એસ્ટેટ કંપનીએ નોકરીમાંથી કાઢી મૂક્યો લુન્ડિન એરિઝોનાની રિયલ એસ્ટેટ કંપની લોંગ રિયાલિટીમાં કામ કરતો હતો. ઘટના બાદ કંપનીએ તેને કાઢી મૂક્યો અને વેબસાઇટ પરથી તેની પ્રોફાઇલ પણ ડિલીટ કરી દીધી. અમેરિકન એરલાઇન્સે કહ્યું કે મુસાફરો અને ક્રૂની સુરક્ષા તેની પ્રાથમિકતા છે. લુન્ડિન વિમાનમાંથી ઉતર્યા પછી ફ્લાઇટે નેવાર્ક માટે તેની યાત્રા પૂરી કરી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *