ચિકનપોક્સથી 13,931 લોકોનાં મોત!:બાળકોનું ખાસ ધ્યાન રાખો; ડૉક્ટર પાસેથી સમજો કઈ દવા આપવી ને કેવી રીતે કાળજી રાખવી

📅 Published: October 8, 2026 | 📂 Category: Lifestyle

‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન’ (WHO)ના વર્ષ 2025ના અહેવાલ મુજબ, 2021માં સમગ્ર દુનિયામાં ચિકનપોક્સના આશરે 8.67 કરોડ કેસ નોંધાયા હતા. જ્યારે આ બીમારીને કારણે 13,931 લોકોનાં મોત થયાં હતાં. ચિકનપોક્સ એક સામાન્ય બીમારી છે. તે ઘણીવાર નાનાં બાળકોને થાય છે. જોકે તે સ્મૉલપોક્સ જેટલી ગંભીર નથી, પરંતુ કેટલાક કિસ્સાઓમાં ગંભીર બની શકે છે. જોકે રસીકરણ અને સંક્રમિત વ્યક્તિથી અંતર જાળવવા સહિતની કેટલીક જરૂરી સાવચેતીઓ રાખીને તેના જોખમને ઘટાડી શકાય છે. આથી આજે ‘ફિઝિકલ હેલ્થ’માં ચિકનપોક્સ વિશે વાત કરીશું. સાથે જ જાણીશું કે- નિષ્ણાત- ડૉ. રોહિત શર્મા, સિનિયર કન્સલ્ટન્ટ, ઇન્ટરનલ મેડિસિન, અપોલો સ્પેક્ટ્રા હૉસ્પિટલ, જયપુર સવાલ- ચિકનપોક્સ શું છે? જવાબ- આને મુદ્દાઓ દ્વારા સમજો- સવાલ- ભારતમાં દર વર્ષે કેટલાં બાળકોને ચિકનપોક્સ થાય છે? જવાબ- વર્ષ 2026ની શરૂઆતમાં માત્ર કેરળમાં જ આશરે બે મહિનાની અંદર ચિકનપોક્સના 8,851 કેસ નોંધાયા હતા. રિપોર્ટ મુજબ, તેમાંના મોટાભાગના દર્દીઓ બાળકો હતા. આ પરથી અંદાજ લગાવી શકાય છે કે બાળકોમાં ચિકનપોક્સનું ઇન્ફેક્શન ખૂબ જ સામાન્ય છે. જોકે, સમગ્ર ભારતમાં દર વર્ષે કેટલાં બાળકોને ચિકનપોક્સ થાય છે, તેનો ચોક્કસ રાષ્ટ્રીય આંકડો ઉપલબ્ધ નથી. સવાલ- શું ચિકનપોક્સની કોઈ રસી છે? જવાબ- હા, ચિકનપોક્સથી બચાવ માટે ‘વેરિસેલા’ રસી આપવામાં આવે છે. આ રસી ચિકનપોક્સના ચેપ અને તેનાથી જોડાયેલી ગંભીર જટિલતાઓથી બચાવવામાં મદદ કરે છે. ડૉક્ટરની સલાહ મુજબ જરૂરિયાત અને ઉંમર અનુસાર તેની ડોઝ આપવામાં આવે છે. સવાલ- શું આ રસી ભારત સરકારના રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમનો ભાગ છે? જવાબ- ના. ચિકનપોક્સની રસી રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમનો ભાગ નથી. જોકે તેની રસી બજારમાં ઉપલબ્ધ છે અને માતા-પિતા ડૉક્ટરની સલાહથી પોતાના બાળકોને આ રસી અપાવી શકે છે. સવાલ- ચિકનપોક્સની રસી રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમનો ભાગ કેમ નથી? જવાબ- તેને મુદ્દાઓ દ્વારા સમજો- સવાલ- ચિકનપોક્સનાં લક્ષણો અને સંકેતો શું છે? જવાબ- તેના લક્ષણો સામાન્ય રીતે ચેપ લાગ્યાના 10-21 દિવસ પછી દેખાય છે. શરૂઆતમાં તાવ, થાક અને ભૂખ ઓછી લાગવી જેવા સંકેતો દેખાય છે. આ સાથે શરીર પર દાણા નીકળે છે, જે ફોલ્લામાં પરિવર્તિત થઈ જાય છે. બધા લક્ષણો ગ્રાફિકમાં જુઓ- સવાલ- શું ચિકનપોક્સ આપમેળે ઠીક થઈ જાય છે કે ડૉક્ટરને બતાવવું જોઈએ? જવાબ- જોકે આ કોઈ જીવલેણ બીમારી નથી. 1-2 અઠવાડિયામાં ચિકનપોક્સમાંથી સાજા પણ થઈ જવાય છે. પરંતુ તેનો અર્થ એ નથી કે ડૉક્ટરને બતાવવાની જરૂર નથી. તાવ આવે અથવા શરીર પર દાણા નીકળે કે તરત જ ડૉક્ટર પાસે જવું જોઈએ. ડૉક્ટરની સૂચનાઓનું પાલન કરવું જોઈએ અને ઘરના અન્ય સભ્યોને દર્દીથી દૂર રાખવા જોઈએ. સવાલ- બાળકને ચિકનપોક્સ થઈ જાય તો કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? જવાબ- આ દરમિયાન સ્વચ્છતાનું ખૂબ ધ્યાન રાખો અને બાળકને પૂરતી ઊંઘ લેવા દો. દાણાઓને ખંજવાળવાથી રોકો, પૂરતું પાણી પીવડાવો અને ડૉક્ટરની સલાહ વિના કોઈ દવા ન આપો. ગ્રાફિકમાં તમામ સાવચેતીઓ જુઓ- સવાલ- બાળકને ખાવા-પીવામાં કઈ વસ્તુઓ આપવી જોઈએ અને શું ન આપવું જોઈએ? જવાબ- ચિકનપૉક્સ થાય ત્યારે બાળકને પૂરતા પ્રમાણમાં પ્રવાહી અને હળવું, પૌષ્ટિક તથા સરળતાથી પચી જાય તેવું ભોજન આપો. તેને પૉઇન્ટર્સ દ્વારા સમજો- શું ખવડાવવું? શું ન આપવું? સવાલ- શું અછબડા ગંભીર પણ બની શકે છે? શું કોઈ ઇમરજન્સીના સંકેતો હોય છે? જવાબ- સામાન્ય રીતે આવું થતું નથી. પરંતુ જો નીચેના ગ્રાફિકમાં આપેલા સંકેતો દેખાય તો તરત જ પગલાં લો- સવાલ- શું એક સંક્રમિત બાળકથી ઘરના અન્ય લોકોને પણ ચિકનપોક્સ થઈ શકે છે? જવાબ- હા, જે લોકોને અગાઉ ક્યારેય ચિકનપોક્સ થયો નથી અથવા રસી આપવામાં આવી નથી, તેમનામાં સંક્રમણનું જોખમ વધુ હોય છે. સામાન્ય રીતે દાણા નીકળવાના આશરે 1-2 દિવસ પહેલાંથી લઈને ફોલ્લા પર પોપડી બેસે ત્યાં સુધી બાળકના સંપર્કમાં આવનાર લોકોને સંક્રમણ થઈ શકે છે. સવાલ- કયા લોકોને આ સંક્રમણનું જોખમ વધુ હોય છે? જવાબ- ચિકનપોક્સ કોઈને પણ થઈ શકે છે, પરંતુ કેટલાક લોકોમાં સંક્રમણનું જોખમ વધુ રહે છે. વિગતવાર ગ્રાફિકમાં જુઓ- સવાલ- શું તેમાં પોતાની રીતે એન્ટિબાયોટિક લેવી યોગ્ય છે? જવાબ- નહીં, ચિકનપોક્સ હોય કે કોઈ પણ બીમારી, ક્યારેય પોતાની મરજીથી એન્ટિબાયોટિક ન લેવી જોઈએ. એન્ટિબાયોટિક દવાઓ હંમેશાં ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનથી જ લેવી. સવાલ- બાળકોને ચિકનપોક્સની વૅક્સિન ક્યારે-ક્યારે આપવામાં આવે છે? જવાબ- મુદ્દાઓ દ્વારા સમજો- સવાલ- શું વેક્સિન લીધા પછી પણ ચિકનપોક્સ થઈ શકે છે? જવાબ- હા, વેક્સિનના બંને ડોઝ લીધા પછી પણ ચિકનપોક્સ થઈ શકે છે. તેને ’બ્રેકથ્રૂ ઇન્ફેક્શન’ (રસી લીધા પછી પણ થતો ચેપ) કહેવામાં આવે છે. તેમાં સામાન્ય રીતે બીમારી હળવી રહે છે અને ફોલ્લા ઓછા થાય છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *