ઇઝરાયલમાં ચૂંટણીના માત્ર 3 દિવસ પહેલાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ વેસ્ટ બેન્કના હેબ્રોન વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે. ઇઝરાયલી સેનાએ અહીં પેલેસ્ટિનિયનોના 300 ઘરોને બુલડોઝરથી તોડી પાડ્યા છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર આશરે 1500 લોકોને પોતાનું ઘર છોડવું પડ્યું છે. આ કાર્યવાહી શુક્રવારે વેસ્ટ બેન્કના હેબ્રોનમાં આવેલી ઇઝરાયલી સૈન્ય ચેકપોસ્ટ પર થયેલા હુમલા બાદ કરવામાં આવી હતી. તેમાં 2 ઇઝરાયલી સૈનિકોના મોત થયા હતા. ત્યાર બાદ નેતન્યાહૂએ આ વિસ્તારને તબાહ કરવાની ધમકી આપી હતી. 35 હેક્ટર જમીન પર બનેલી વસાહતો તબાહ કપોસ્ટ પર ગોળીબાર બાદ સેનાએ હેબ્રોન વિસ્તારમાં કાર્યવાહી શરૂ કરી. સમગ્ર શહેરમાં લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે. આશરે અઢી લાખની વસ્તી ધરાવતા આ શહેરમાં ઠેરઠેર સૈન્ય ચોકીઓ ઊભી કરીને અવરજવર રોકી દેવામાં આવી છે. તેને કારણે લોકો માટે પોતાના ઘરોમાંથી બહાર નીકળવું અને જરૂરી કામ કરવું મુશ્કેલ બની ગયું છે. અધિકારીઓના જણાવ્યા મુજબ આશરે 35 હેક્ટર જમીન પર આવેલી વસાહતોને નષ્ટ કરવામાં આવી છે અથવા તેને નષ્ટ કરવાની તૈયારી ચાલી રહી છે. નેતન્યાહૂએ ઘટનાસ્થળની મુલાકાત લીધી ઇઝરાયલમાં સામાન્ય ચૂંટણી પહેલાં નેતન્યાહૂ અને નાણાંમંત્રી સ્મોટ્રિચે ઘટનાસ્થળની મુલાકાત લીધી. સ્મોટ્રિચે આસપાસ આવેલી તે આરબ વસાહતોને પણ તોડી પાડવાની માગ કરી, જેને ઇઝરાઇલ સરકાર ગેરકાયદેસર માને છે. સ્મોટ્રિચે કહ્યું કે વિસ્તારમાં ગાઝા અને લેબનાન જેવી કાર્યવાહી થવી જોઈએ. નેતન્યાહૂની મુલાકાત એવા સમયે થઈ જ્યારે ઇઝરાયલમાં ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં સુરક્ષા અને પેલેસ્ટિનિયનો વિરુદ્ધ કાર્યવાહી ચૂંટણીની રાજનીતિના મહત્ત્વના મુદ્દા બની રહ્યા છે. વેસ્ટ બેંક પર વિવાદ શા માટે છે? વેસ્ટ બેન્ક 1967ના યુદ્ધમાં ઇઝરાયલના કબજામાં આવ્યું હતું. પેલેસ્ટિનિયનો તેને પોતાના ભવિષ્યના સ્વતંત્ર દેશનો ભાગ માને છે. બીજી તરફ, ઇઝરાયલમાં પણ કેટલાક લોકો ઐતિહાસિક અને ધાર્મિક કારણોસર આ વિસ્તાર પર પોતાનો હક જતાવે છે. 1967 પછીથી ઇઝરાયલે વેસ્ટ બેન્કમાં અનેક વસાહતો સ્થાપી છે, જ્યાં ઇઝરાયલી નાગરિકો રહે છે. આંતરરાષ્ટ્રીય સમુદાયનો મોટો હિસ્સો આ વસાહતોને આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધ માને છે, જ્યારે ઇઝરાયલ આ વાત સાથે સહમત નથી. પેલેસ્ટિનિયનોનું કહેવું છે કે વસાહતોના વિસ્તરણથી તેમની જમીન પર દબાણ વધે છે અને અવરજવરમાં પણ મુશ્કેલીઓ ઊભી થાય છે. જુલાઈ 2024માં આંતરરાષ્ટ્રીય ન્યાયાલયે કહ્યું હતું કે કબજા હેઠળના પેલેસ્ટિનિયન વિસ્તારમાં ઇઝરાયલની હાજરી ગેરકાયદેસર છે. અદાલતે વસાહતો સાથે જોડાયેલી ઇઝરાયલની નીતિઓને પણ આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધ ગણાવી હતી. વેસ્ટ બેંક ત્રણ ભાગોમાં વહેંચાયેલું છે 1990ના દાયકામાં થયેલા કરારો હેઠળ વેસ્ટ બેંકને ત્રણ ભાગોમાં વહેંચવામાં આવ્યું. આ ભાગોમાં પેલેસ્ટિની વહીવટ અને ઇઝરાયલના નિયંત્રણની સ્થિતિ અલગ-અલગ છે. એરિયા એ (લગભગ 18% વિસ્તાર): અહીં પેલેસ્ટિનીઓ વહીવટ અને સુરક્ષાની જવાબદારી સંભાળે છે. જોકે, ઇઝરાયલી સૈના અહીં પણ કાર્યવાહી કરે છે. એરિયા બી (લગભગ 22% વિસ્તાર): અહીં રોજિંદા કામકાજ અને નાગરિક વહીવટ પેલેસ્ટિનીઓ પાસે છે, જ્યારે સુરક્ષામાં ઇઝરાયલની પણ ભૂમિકા છે. વિસ્તાર સી (લગભગ 60% વિસ્તાર): આ સમગ્ર વિસ્તાર પર ઇઝરાયલનું વહીવટી અને સૈન્ય નિયંત્રણ છે. અહીં ઘર બનાવવું અને જમીનનો ઉપયોગ કરવા જેવા મામલાઓમાં પણ ઇઝરાયલની મંજૂરી જરૂરી હોય છે.
ચૂંટણીના 3 દિવસ પહેલાં નેતન્યાહૂનું બુલડોઝર એક્શન:બે સૈનિકોના મોત બાદ પેલેસ્ટિનિયનોનાં 300 મકાનો તોડી પાડ્યાં; કહ્યું- બધું નષ્ટ કરી દઈશું
📅 Published: October 24, 2026 |
📂 Category: International
