‘ચૂંટણીમાં ગોટાળાના પુરાવા છે…યુવાનોને પોતાનું ભવિષ્ય દેખાતું નથી’:કોલંબિયા યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીએ કહ્યું- બેરોજગારી-શિક્ષણની ખામીના લીધે ભારત આર્થિક સંકટના આરે

📅 Published: November 18, 2026 | 📂 Category: International

રાહુલ ગાંધીએ કહ્યું છે કે, ભારત આર્થિક સંકટ તરફ આગળ વધી રહ્યું છે. તેની પાછળ મોટા પાયે બેરોજગારી અને શિક્ષણ વ્યવસ્થા સાથે જોડાયેલી ખામીઓ છે. યુવાનોમાં વધતી નિરાશાનું મુખ્ય કારણ એ છે કે, તેમને પોતાનું ભવિષ્ય નજરે પડતું નથી. રાહુલ ગાંધીએ આ વાત ન્યૂયોર્કની કોલંબિયા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીની સામે કહી. રાહુલ અમેરિકાના બે દિવસના પ્રવાસે છે. તેઓ આજે યુનિવર્સિટી ઑફ શિકાગોની મુલાકાત પણ લેવાના છે. અમેરિકા પ્રવાસ દરમિયાન રાહુલની તસવીરો… રાહુલની વાતચીતની 5 મોટી વાતો, પેઢીઓ વચ્ચેનું અંતર વધ્યું SIR પર ખર્ચને લઈને સવાલ: રાહુલે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ને સામાન્ય અભિયાનથી સંપૂર્ણપણે અલગ ગણાવ્યું. તેમણે કહ્યું, ‘આ અભિયાનમાં જેટલા પૈસા ખર્ચવામાં આવ્યા, તે અંદાજ કરતાં 20, 30, 40 અથવા 50 ગણાં સુધી વધુ હતા. આટલા પૈસા ક્યાંથી આવ્યા? આ અભિયાનમાં ખર્ચવામાં આવેલી રકમને લઈને અનેક સવાલો છે, જેના જવાબ મળવા જોઈએ.’ મતના અંતરને અશક્ય ગણાવ્યું: રાહુલે ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિનો આરોપ લગાવતા કહ્યું, ‘અચાનક 5 લાખ મતનું માર્જિન મળી જવું શક્ય નથી. ચૂંટણી પરિણામો અને મતના આંકડાઓને લઈને અમારી પાર્ટી (કોંગ્રેસ) પાસે અનેક સવાલો છે. અમારી પાસે ચૂંટણીમાં ગોટાળાના અનેક પુરાવા છે. તેમને સામે લાવવા માટે અમે કામ કરી રહ્યા છીએ.’ ચૂંટણી વ્યવસ્થામાં સુધારાને જરૂરી ગણાવ્યો: રાહુલે કહ્યું, ‘અમારો ઉદ્દેશ્ય દેશની ચૂંટણી વ્યવસ્થાને ફરીથી યોગ્ય બનાવવાનો છે. ચૂંટણી વ્યવસ્થાને સુધાર્યા વિના કંઈ થઈ શકે નહીં. નિષ્પક્ષ ચૂંટણીઓ લોકશાહીનો પાયો છે અને ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા સુનિશ્ચિત કરવી જરૂરી છે.’ યુવાનોને પોતાનું ભવિષ્ય દેખાતું નથી: રાહુલે કહ્યું, ‘યુવાનોમાં વર્તમાન પરિસ્થિતિને લઈને નિરાશા છે. તેમાંનો એક વર્ગ મધ્યમવર્ગીય પરિવારોમાંથી આવે છે અને તેણે ઔપચારિક શિક્ષણ મેળવ્યું છે. અમે આ અંગે અભ્યાસ કરી રહ્યા છીએ અને તેને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તેનું સૌથી મહત્ત્વનું કારણ એ છે કે, તેમને પોતાનું ભવિષ્ય દેખાતું નથી.’ યુવાનો અને માતા-પિતા વચ્ચેનું અંતર વધ્યું: રાહુલે કહ્યું, ‘કારકિર્દીને લઈને યુવાનો અને તેમના માતા-પિતા વચ્ચેનું અંતર વધી રહ્યું છે. યુવાનો પાછલી પેઢીની સલાહ અને તેના અનુભવો પર સવાલ ઉઠાવી રહ્યા છે. તેઓ પોતાના માતા-પિતાને કહી રહ્યા છે—તમે સફળ નહોતા. તમે અમને એ કરવા માટે કહી શકતા નથી, જે તમે કર્યું હતું, કારણ કે આજના સમયમાં એ ફોર્મ્યુલા કામ કરતી નથી.’ ———————- આ સમાચાર પણ વાંચો…. રાહુલ ગાંધી ગર્લફ્રેન્ડને કેમ્બ્રિજની રેસ્ટોરન્ટમાં લઈ ગયા હતા:માતા-પિતા ક્યાં મળ્યા હતા તે જોવા માંગતા હતા; જ્યારે પૂછ્યું- હવે ‘GF’ ક્યાં છે, તો બોલ્યા- મિત્ર છે રાહુલ ગાંધીએ સોનિયા ગાંધીના પુસ્તક ‘બિલૉન્ગિંગ: અ જર્ની ઑફ લવ’ના લોન્ચિંગ કાર્યક્રમ દરમિયાન પહેલી વાર પોતાની ગર્લફ્રેન્ડનો ઉલ્લેખ કર્યો. જોકે જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, હવે તેમની ગર્લફ્રેન્ડ ક્યાં છે, ત્યારે રાહુલે સ્મિત કરતાં કહ્યું—”હવે તે એક મિત્ર છે.” સંપૂર્ણ સમાચાર વાંચો…


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *