ચોમાસુ વિધાનસભાનું સત્રમાં ગેરહાજર રહેવા ની શક્યતા:ગ્રામ્યના ધારાસભ્ય પરષોત્તમભાઈ સોલંકીને પગમાં રસી થતાં લીલાવતી હોસ્પિટલમાં સારવાર અર્થે, તબિયતમાં સુધારો

📅 Published: September 1, 2026 | 📂 Category: gujarati-news

ગ્રામ્યના ધારાસભ્ય પરષોત્તમભાઈ સોલંકીને પગમાં રસી થતાં લીલાવતી હોસ્પિટલમાં સારવાર અર્થે, તબિયતમાં સુધારો ભાવનગર ગ્રામ્ય બેઠકના ધારાસભ્ય અને સીનિયર નેતા પરષોત્તમભાઈ સોલંકીની ત્રણ દિવસ પહેલા પગમાં રસી થવાના કારણે તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે, જયારે આગામી તા.9 ના રોજ ચોમાસુ વિધાનસભાનું સત્રમાં ગેરહાજર રહેવા ની શક્યતા…. આ અંગે મળતી માહિતી મુજબ ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય અને વિસ્તારના લોકપ્રિય નેતા પરષોત્તમભાઈ સોલંકીની ત્રણ દિવસ પહેલા પગમાં રસી નીકળતા તેઓને વધુ સારવાર અર્થે મુંબઈની પ્રખ્યાત લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા., હોસ્પિટલના સ્પેશિયાલિસ્ટ તબીબોની ટીમ દ્વારા તેમની સતત દેખરેખ અને સારવાર કરવામાં આવી રહી છે, હાલ તેમની સ્થિતિ હવે સ્થિર છે અને સ્વાસ્થ્યમાં ક્રમશઃ સુધારો જોવા મળી રહ્યો છે અને ટૂંક સમયમાં જ પૂર્ણપણે સ્વસ્થ થઈ જશે. ભાવનગર ગ્રામ્યના લોકપ્રિય પ્રતિનિધિ હોવાના નાતે, તેમના હોસ્પિટલાઈઝેશનના સમાચાર મળતા જ સમગ્ર ભાવનગર જિલ્લા સહિત તેમના સમર્થકો અને ભાજપના કાર્યકરોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જોકે, તબિયતમાં સુધારાના વાવડ મળતા જ તેમના પરિવારજનો, શુભેચ્છકો અને મતવિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે, તમામ લોકો તેમના ભાઈ પરષોત્તમભાઈ ઝડપથી સાજા થઈને પુનઃ લોકોની વચ્ચે આવી પોતાના કાર્યો ચાલુ કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *