છોટા ઉદેપુર જિલ્લાની શિફા ગ્રીસથી અઢી વર્ષનો પાઇલોટ કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કરીને પોતાના વતન પરત ફરી છે. 227 કલાક પ્લેન ઉડાડ્યું હતું. આ સાથે જ તે જિલ્લાની પ્રથમ મુસ્લિમ મહિલા પાઇલોટ બનવાની ગૌરવવંતી સિદ્ધિ હાંસલ કરી છે. તેની આ સિદ્ધિથી પરિવાર, સમાજ અને સમગ્ર જિલ્લામાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. દરમિયાન તેના આગમન પર ટીચર પિતા અને પરિવારના સભ્યોએ તેનું સ્વાગત કરીને કેક કટિંગ કરીને ઉજવણી કરી હતી. પ્રાથમિક શિક્ષણ મેળવી દુબઈમાં વધુ અભ્યાસ
શિફાએ પ્રાથમિક શિક્ષણ છોટા ઉદેપુરમાં મેળવ્યા બાદ દુબઈમાં ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. શરૂઆતમાં તેનું સ્વપ્ન ડૉક્ટર બનવાનું હતું અને તેણે NEETની પરીક્ષા પણ આપી હતી. જોકે, એક રાત્રે આવેલા સ્વપ્ન બાદ તેણે પાઇલોટ બનવાનો નિર્ધાર કર્યો અને પરિવારે પણ તેના આ નિર્ણયને પૂર્ણ સહયોગ આપ્યો. પાઇલોટ ટ્રેનિંગ
પાઇલોટ બનવા માટે તેણે યુરોપના ગ્રીસ દેશની પસંદગી કરી હતી. ત્યાં હેલેનિક સિવિલ એવિએશન ઓથોરિટી અંતર્ગત ATPL (A) પાઇલોટ ટ્રેનિંગ પૂર્ણ કરી છે. આ સખત તાલીમ દરમિયાન તેણે 227 કલાક સુધી વિમાન ઉડાવવાનો અનુભવ મેળવ્યો છે.
દેશસેવા કરવાનું લક્ષ્ય
આ સફળ સફરમાં માતા-પિતા અને પરિવારજનોનો સહયોગ મહત્વપૂર્ણ રહ્યો છે. શિફાએ કેપ્ટન એની દિવ્યા અને કેપ્ટન ઝોયા અગ્રવાલને પોતાના રોલ મોડેલ ગણાવ્યા છે. હવે તેનું આગામી લક્ષ્ય AIRBUS ઉડાવવાનું અને પોતાની કાબેલિયત દ્વારા દેશસેવા કરવાનું છે. આદિવાસી બહુલ્ય ધરાવતા છોટા ઉદેપુર જિલ્લામાંથી આવતી શિફા આજે સમગ્ર વિસ્તારના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બની છે. પિતા શિક્ષક માતા હાઉસવાઈફ
શિફાના પિતા શબ્બીર મફત પોતે છોટા ઉદેપુર તાલુકાના ચિલરવાંટ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.જેમના પત્ની હાઉસવાઇફ છે.તેઓની બીજી દીકરી અત્યારે ધો.11માં છોટા ઉદેપુર ખાતે અભ્યાસ કરે છે. ક્વાંટના કેલદરાની શીતલ પણ પાઈલોટ
કવાંટ તાલુકાના કેલદરા ગામ ની શીતલ રાઠવા અલીરાજપુર ખાતે આવેલી જવાહર નવોદય કેન્દ્રીય વિધાલયમાં ધોરણ 12 સુધીનો અભ્યાસ કરતી હતી, તે દરમિયાન મધ્યપ્રદેશના મુખ્યમંત્રીનું હેલીકૉપ્ટર છકતલા ખાતે લેન્ડ થયું હતું, અને આ હેલિકોપ્ટર જોયા બાદ શીતલ રાઠવાને પાયલોટ બનવવાનું મનમાં ઠાની લઈ પાયલોટ બનવાની જીદ પકડી હતી, અને તેના માતા-પિતા પણ દીકરીને પાઈલોટનો અભ્યાસ કરાવવા ₹50 લાખ જેટલો ખર્ચ કરી સાઉથ આફ્રિકા મોકલી છે, રાઠવા સમાજની પહેલી પાઈલોટ બનતા સમાજનું અને છોટાઉદેપુર જિલ્લાનું શીતલ રાઠવાએ ગૌરવ વધાર્યું છે.
છોટાઉદેપુરની શિફાની ઊંચી ઉડાન:પ્રાથમિક શિક્ષકની દીકરીએ પાઈલોટ બની સપનું સાકાર કર્યું, ગ્રીસમાં 227 કલાક પ્લેન ઉડાડ્યું, વતન આવતાં ઉજવણી
📅 Published: August 23, 2026 |
📂 Category: gujarati-news
