છોટા ઉદેપુર નગરના કુસુમ સાગર તળાવમાંથી આજે સવારે એક અજાણ્યા ઇસમનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે. નગરની મધ્યમાં આવેલા કુસુમ સાગર તળાવમાં ઝાડીઓ વચ્ચે મૃતદેહ દેખાતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ફાયર વિભાગને જાણ કરતા, ફાયર વિભાગની ટીમે અજાણ્યા ઇસમનો મૃતદેહ તળાવમાંથી બહાર કાઢ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. છોટા ઉદેપુર પોલીસ દ્વારા મૃતકની ઓળખ સ્થાપિત કરવા અને તે તળાવમાં કેવી રીતે પહોંચ્યો તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે.
છોટા ઉદેપુરના કુસુમ સાગર તળાવમાંથી લાશ મળી:અજાણ્યા ઇસમની લાશ મળતા પોલીસે તપાસ હાથ ધરી
📅 Published: August 30, 2026 |
📂 Category: gujarati-news
