છોટા ઉદેપુરના ડકવાડા પાસે ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત:બાઇક સવાર કનાસ ગામના ધોરણ-12ના વિદ્યાર્થીનું મોત, બે ઇજાગ્રસ્ત; ટ્રક ચાલક ફરાર

📅 Published: October 13, 2026 | 📂 Category: gujarati-news

છોટા ઉદેપુરના ખડકવાડા ખાતે આજે સવારે ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ધોરણ-12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બાઇક પર સવાર અન્ય બે વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતને પગલે સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. કનાસ ગામના અશોકભાઈ રાઠવાનું મોત
મળતી માહિતી મુજબ, કનાસ ગામના અશોકભાઈ રામસિંગભાઈ રાઠવા પોતાના મિત્રો સાથે મોટરસાયકલ પર ખડકવાડાથી કનાસ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન સામેથી આવતા ટ્રકની અડફેટે બાઇક આવી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક સવાર અશોકભાઈ રાઠવાને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક પર સવાર અન્ય બે વિદ્યાર્થીઓને ઇજાઓ પહોંચતાં તેમને સારવાર માટે છોટા ઉદેપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ટ્રક ચાલક વાહન મૂકીને ફરાર
અકસાનત સર્જાયા બાદ ટ્રક ચાલક ટ્રક ઘટનાસ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં રંગપુર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *