જંગલ જમીન વિવાદ: મનસુખ વસાવા કોંગ્રેસ નેતાઓ પર ભડક્યા:'ગાંધી જયંતિએ ભાષણબાજી કરી જતાં રહ્યાં, હવે ખેડૂતો પર કેસ થાય છે ત્યારે કોઈ દેખાતું નથી'

📅 Published: October 10, 2026 | 📂 Category: gujarati-news

રાજપીપળા: સાગબારા અને સુરત જિલ્લાના ઉમરપાડા વિસ્તારમાં જંગલ જમીન વિવાદ ફરી ગરમાયો છે. આ મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ કોંગ્રેસના નેતાઓ શંકરસિંહ બાપુ, અમિત ચાવડા, અનંત પટેલ અને તુષાર ચૌધરી પર આકરા પ્રહાર કર્યા છે. વસાવાએ આક્ષેપ કર્યો કે, ગાંધી જયંતિએ કોંગ્રેસના નેતાઓએ ખેડૂતોના મુદ્દે ભાષણબાજી કરી હતી, પરંતુ હવે જ્યારે ખેડૂતો સામે વન વિભાગ કેસ કરી રહ્યું છે, ત્યારે કોઈ દેખાતું નથી. તેમણે કહ્યું કે કોંગ્રેસ માત્ર મત લેવા દોડે છે અને ખેડૂતોના પ્રશ્નો ઉકેલવામાં તેમને રસ નથી. સાંસદ વસાવાએ વન વિભાગના અધિકારીઓની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે અધિકારીઓને ગરીબ ખેડૂતોની ચિંતા નથી, પરંતુ કરોડો રૂપિયાની ગ્રાન્ટ અને પ્રોજેક્ટમાં વધુ રસ છે. વન વિભાગ પોતાના સ્વાર્થ માટે ખેડૂતોને એકબીજા સામે લડાવી રહ્યું હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *