રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં આવેલા દહિસરડા આજી ગામે ચાર બાળકોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. એક જ શેરીમાં રહેતા અને દરરોજ સાથે જ રમતા 3 મિત્રો અને તેની સાથે જન્માષ્ટમીના તહેવાર દરમિયાન મામાના ઘરે ફરવા માટે આવેલા ભાણેજ સાથે શનિવારે બપોરના સમયે ગામમાં જ આવેલ હનુમાન મંદિર પાછળના ચેકડેમમાં ન્હાવા માટે ગયા હતા જેમાં એક બાદ એક ચારેય ડૂબવા લાગતા મોત નિપજયા છે. પ્રથમ બે મૃતદેહ મળ્યા બાદ ફાયર ટિમ દ્વારા બાકીના બે મિત્રોના મૃતદેહની શોધખોળ શરૂ કરવામાં આવી હતી જેમાં રાત્રીના 11.30 વાગ્યે ચોથો મૃતદેહ મળી આવતા પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે 8 કલાકની જહેમત બાદ ફાયર વિભાગને ચોથો મૃતદેહ મળી આવ્યો હતો. હાલ નાના એવા ગામમાં એક સાથે ચાર બાળકોના મોતથી શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના દહીસરડા આજી ગામ ખાતે પાટવાળા હનુમાન મંદિર પાસે ગઈકાલે 5 સપ્ટેમ્બરને શનિવારના રોજ બપોરના સમયે 3 થી 4 વાગ્યા આસપાસ ગામમાં એક જ શેરીમાં રહેતા અને સ્કૂલમાં સાથે ભણતા 3 મિત્રો અને ધ્રોલથી દહીસરડા મામાના ઘરે આવેલા ભાણેજ મળી ચારેય મિત્રો ન્હાવા માટે ચેકડેમમાં ગયા હતા જ્યાં ડૂબી જવાથી ચારેયના મોત નિપજ્યા હતા. ગ્રામજનોએ શોધખોળ કરતા બે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા અને ચારેય બાળકોના કપડા અને ચપ્પલ ચેકડેમ પાસે નજીકમાં મળી આવ્યા હતા જેથી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા રાજકોટ મનપાની ફાયર વિભાગની ટીમ ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે પહોંચી હતી અને બાકીના બે બાળકોની શોધખોળ શરૂ કરી હતી દરમિયાન અન્ય બે બાળકોના મૃતદેહ પણ મળી આવ્યા હતા. 8 કલાકની જહેમત બાદ ફાયર વિભાગે બાળકોના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યા હતા અને ત્યારબા મામલતદાર તેમજ પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ ઘટનામાં જામનગરના ધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામે રહેતા 12 વર્ષીય વંશિત વિજયભાઈ ખંભાયતા, પડધરી તાલુકાના દહીસરડા આજી ગામના 14 વર્ષીય દીપ ગંગારામભાઈ રાજપરા, 12 વર્ષીય વાસુ યોગેશભાઈ સવસાણી અને 14 વર્ષીય ધ્યેય મનીષભાઈ ધમાસણાનું મોત નીપજ્યું છે.
જન્માષ્ટમીની રજામાં મામાના ઘરે આવેલા ભાણેજ સહીત ચાર બાળકોના મોત:પડધરીના દહીસરડા આજી ગામે હનુમાન મંદિર પાછળ ચેકડેમમાં ન્હાવા ગયેલા ચારેય મિત્રો ડૂબી ગયા'તા, 8 કલાક બાદ ચોથો મૃતદેહ મળી આવ્યો
📅 Published: September 5, 2026 |
📂 Category: gujarati-news
