મુંબઈને પાણી પૂરું પાડતા સાત જળાશયોમાંથી 4 જળાશયો ઓવરફલો થયા પછી હવે સૌથી વધુ પાણી સંગ્રહ ક્ષમતા ધરાવતા ત્રણ મોટા જળાશયોમાંથી બે હવે છલક સપાટીની નજીક પહોંચી ગયા છે. શહેરના સૌથી મોટા જળાશય ભાતસામાં 94.38 ટકા અને મધ્ય વૈતરણામાં 94.22 ટકા પાણીનો સંગ્રહ થઈ ગયો છે. જ્યારે અપ્પર વૈતરણામાં 87.13 ટકા પાણી સંગ્રહિત છે. આગામી દિવસોમાં કેચમેન્ટ વિસ્તારમાં સારો વરસાદ થાય તો ભાતસા અને મધ્ય વૈતરણાના જળસ્તરમાં વધુ વધારો થઈ શકે છે. ભાંડુપ માસ્ટર કંટ્રોલ સેન્ટર ખાતેના હાઇડ્રોલિક એન્જિનિયર વિભાગના જણાવ્યા અનુસાર, 20 ઓગસ્ટ, ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીમાં મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતા સાતેય જળાશયોમાં કુલ 13,64,737 મિલિયન લિટર પાણી સંગ્રહિત હતું. આ જથ્થો સાત જળાશયોની કુલ જીવંત સંગ્રહ ક્ષમતાના 94.29 ટકા જેટલો છે. એટલે કે તમામ જળાશયો ઓવરફ્લો થવા માટે હવે 5 ટકા પાણી સંગ્રહ બાકી રહ્યો છે. સાત જળાશયોમાં વિહાર, તુલસી અને મોડક સાગર પહેલેથી જ 100 ટકા ભરાઈ ચૂક્યાં છે. તાનસા પણ 98.69 ટકા ભરાઈ ગયું છે. આમ સાતમાંથી ચાર જળાશયો હાલમાં 98 ટકાથી વધુ ભરાયેલા છે. જળાશય અનુસાર સ્થિતિઓ
જળાશય અનુસાર સ્થિતિ મુજબ ભાતસામાં સૌથી વધુ 6,76,706 મિલિયન લિટર પાણી છે. અપ્પર વૈતરણામાં 1,97,833 મિલિયન લિટર, મધ્ય વૈતરણામાં 1,82,348 મિલિયન લિટર, તાનસામાં 1,43,181 મિલિયન લિટર અને મોડક સાગરમાં 1,28,925 મિલિયન લિટર પાણી છે. વિહારમાં 27,698 મિલિયન લિટર અને તુલસીમાં 8,046 મિલિયન લિટર પાણીનો સંગ્રહ નોંધાયો છે. 7 જળાશયોમાં એકંદર પાણીનો જથ્થો 94.29 ટકા સુધી પહોંચી જતાં મુંબઈના પાણી સંગ્રહની સ્થિતિ હાલ મજબૂત બની છે. જો કે હજે 10 ટકાપાણી કાપ મુંબઈમાં હજુ અમલી છે.
જળાશય અનુસાર સ્થિતિઓ:સૌથી વધુ પાણી સંગ્રહ ધરાવતાં 3 જળાશયમાંથી બે છલકાવાને આરે
📅 Published: August 21, 2026 |
📂 Category: gujarati-news
