જસપ્રીત બુમરાહે રચ્યો ઈતિહાસ: T20માં સૌથી વધુ મેડન ઓવર નાખનાર વિશ્વનો પ્રથમ બોલર બન્યો

📅 Published: September 15, 2026 | 📂 Category: cricket

હાલમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચોની T20 શ્રેણી રમાઈ રહી છે. શ્રેણીની બીજી મેચ 15 સપ્ટેમ્બરે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં યોજાઈ રહી છે, જેમાં ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત તરફથી જસપ્રીત બુમરાહે ઇનિંગની પહેલી જ ઓવર મેડન ફેંકી હતી. આ સાથે જ તેણે નવો ઇતિહાસ રચી દીધો છે. તે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ મેડન ઓવર ફેંકનારા બોલર બની ગયા છે. આ ઉપરાંત, બુમરાહ T20I માં ભારત માટે ઇનિંગની પહેલી ઓવર મેડન નાખનારા 11મા બોલર બન્યા છે, આમ તેમણે એકસાથે બે મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

સૌથી વધુ મેડન ઓવર ફેંકનારા બોલર

જસપ્રીત બુમરાહે અફઘાનિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન અને કેપ્ટન ઇબ્રાહિમ ઝાદરાન સામે પોતાની સચોટ બોલિંગથી એવો દબદબો બનાવ્યો કે, તે એક પણ રન બનાવી શક્યો ન હતો. હવે બુમરાહ આઈસીસીના પૂર્ણ સભ્ય (Full Member) દેશોમાં T20I ક્રિકેટમાં સૌથી વધુ મેડન ઓવર ફેંકનારા બોલર બની ગયો છે. તેણે પોતાની કારકિર્દીમાં 13મી વખત મેડન ઓવર ફેંકી છે. આ પહેલાં આ વર્લ્ડ રેકોર્ડ ઝિમ્બાબ્વેના રિચર્ડ નગારવાના નામે હતો, જેણે કુલ 12 વખત મેડન ઓવર નાખી હતી.

આગાઉ અનેક ખેલાડીઓ કરી ચુક્યા છે આવું કારનામું

બીજી તરફ, બુમરાહ T20I માં ભારત તરફથી મેચની પ્રથમ ઓવર મેડન નાખનારા 11મો ખેલાડી બની ગયો છે. બુમરાહ પહેલાં આ કારનામું બરિન્દર સરન, પ્રવીણ કુમાર, આશિષ નેહરા, મોહમ્મદ સિરાજ, દીપક ચહર, અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા, હરભજન સિંહ, અર્શદીપ સિંહ અને ભુવનેશ્વર કુમાર કરી ચૂક્યા છે. જેમાં ભુવનેશ્વર કુમારે ભારત માટે મેચની પહેલી જ ઓવર કુલ 6 વખત મેડન નાખી છે, અને તેઓ આ યાદીમાં સૌથી આગળ છે, જ્યારે બીજા ક્રમે અર્શદીપ સિંહ છે જેમણે 2 વખત આ સિદ્ધિ મેળવી છે.

T20માં ભારત માટે પ્રથમ ઓવર મેડન નાખનારા બોલરો

ભુવનેશ્વર કુમાર: 6 વખત

અર્શદીપ સિંહ: 2 વખત

હરભજન સિંહ: 1 વખત

હાર્દિક પંડ્યા: 1 વખત

અક્ષર પટેલ: 1 વખત

દીપક ચાહર: 1 વખત

મોહમ્મદ સિરાજ: 1 વખત

આશિષ નેહરા: 1 વખત

પ્રવીણ કુમાર: 1 વખત

બરિન્દર સ્રાન: 1 વખત

જસપ્રીત બુમરાહ: 1 વખત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *