'જાપાની સુપરફૂડ' માચા શું છે?:ગૂગલ પર ટ્રેન્ડિંગ ને ફિટનેસ ઇન્ફ્લુએન્સર્સનું મનપસંદ પીણું; ન્યુટ્રિશનિસ્ટ પાસેથી જાણો 7 હેલ્થ બેનેફિટ્સ

📅 Published: November 13, 2026 | 📂 Category: Lifestyle

થોડા વર્ષો પહેલાં માચા ભારતના મોટાભાગના લોકો માટે માત્ર લીલા રંગ પાવડર હતો. આજે તે કૅફેના મેન્યૂ, સોશિયલ મીડિયા રીલ્સ અને ફિટનેસ ઇન્ફ્લુએન્સર્સનું મનપસંદ પીણું બની ચૂક્યું છે. તેની વધતી લોકપ્રિયતાનો અંદાજ આ વાત પરથી લગાવી શકાય છે કે ગયા એક વર્ષમાં ભારતમાં ગૂગલ ટ્રેન્ડ્સ પર ‘હાઉ ટુ મેક માચા’ની શોધમાં લગભગ 1300%નો વધારો થયો છે. માચાને ‘જાપાની સુપરફૂડ’ કહેવામાં આવે છે, પરંતુ તેની કહાની ચીનથી શરૂ થઈ હતી. તાંગ અને સોંગ રાજવંશના સમયમાં ચાની પાંદડીઓને પીસીને પાવડર બનાવવામાં આવતો અને તેને ગરમ પાણીમાં ફેટીને પીવામાં આવતો. ઈ.સ. 1191ની આસપાસ જાપાની ઝેન ભિક્ષુ ઈસાઈ (Eisai) આ પરંપરા ચીનથી જાપાન લઈ ગયા. ધીમે-ધીમે માચા જાપાની ઝેન સંસ્કૃતિ અને પરંપરાગત ચા સમારોહનો મહત્વપૂર્ણ ભાગ બની ગયું. સમય જતાં ચીનમાં આ પરંપરા લગભગ લુપ્ત થઈ ગઈ. પરંતુ જાપાને તેને પોતાની સાંસ્કૃતિક ઓળખ તરીકે સાચવી રાખી. માચાની લોકપ્રિયતા પાછળ તેના હેલ્થ બેનિફિટ્સ પણ એક મોટું કારણ છે. ‘નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિન’માં પ્રકાશિત એક અભ્યાસ મુજબ, માચામાં એપિગૅલોકૅટેચિન-3-ગૅલેટ (EGCG) નામનું શક્તિશાળી એન્ટિઑક્સિડન્ટ હોય છે. તે બ્લડ પ્રેશર અને વજન નિયંત્રણમાં મદદ કરે છે. આથી આજે ‘કામના સમાચાર’માં માચા ટી વિશે વિગતવાર વાત કરીશું. સાથે જ જાણીશું કે- નિષ્ણાત- અમૃતા મિશ્રા, સિનિયર ડાયટિશિયન, દિલ્હી સવાલ- માચા શું છે? જવાબ- તેને પૉઇન્ટર્સથી સમજો- સવાલ- માચા અને ગ્રીન ટી વચ્ચે શું તફાવત છે? જવાબ- સામાન્ય ગ્રીન ટીમાં પાંદડીઓને ગરમ પાણીમાં પલાળીને તેનો અર્ક પીવામાં આવે છે, જ્યારે માચામાં ચાની આખી પાંદડીનો બારીક પાઉડર વપરાય છે. ગ્રાફિકમાં બંને વચ્ચેનો તફાવત જુઓ- સવાલ- શું માચામાં કેફીન હોય છે? જવાબ- હા, માચામાં કેફીન હોય છે. ગ્રીન ટીની પત્તીઓમાં કુદરતી રીતે કેફીન હાજર હોય છે. માચા આખી ગ્રીન ટીની પત્તીઓના પાઉડરમાંથી બનાવવામાં આવતી હોવાથી તેમાં સામાન્ય ગ્રીન ટીની સરખામણીમાં વધુ અને કૉફીની સરખામણીમાં ઓછી કેફીન હોય છે. ‘હાર્વર્ડ હેલ્થ’ અનુસાર, આશરે 240 મિલી માચામાં 38-89 મિલિગ્રામ સુધી કેફીન હોય છે. આટલી જ માત્રાની ગ્રીન ટીમાં આશરે 23-49 મિલિગ્રામ કેફીન હોય છે. સવાલ- માચા પીધા પછી શરીરમાં શું થાય છે? જવાબ- માચા પીધા પછી તેમાં રહેલું કેફીન, એલ-થિયાનીન અને એન્ટીઓક્સિડન્ટ્સ શરીરમાં શોષાવા લાગે છે. ત્યારબાદ મગજ અને શરીરમાં કેટલાક ફેરફારો થાય છે. મુદ્દાઓ દ્વારા સમજો- પ્રશ્ન- માચાના હેલ્થ બેનિફિટેસ શું છે? જવાબ- માચામાં કેટેચિન્સ, એલ-થિયાનીન, કેફીન અને એન્ટિઓક્સિડન્ટ્સ જેવા અનેક સક્રિય સંયોજનો હોય છે. આ સંયોજનો સ્વાસ્થ્યને અનેક રીતે લાભ પહોંચાડે છે. ગ્રાફિકમાં જુઓ- પ્રશ્ન- શું માચા વજન ઘટાડવામાં મદદરૂપ છે? જવાબ- હા, તેમાં રહેલું કેફીન અને કેટેચિન્સ (ખાસ કરીને EGCG) મેટાબોલિઝમ અને ફેટ ઑક્સિડેશન વધારી શકે છે. તેનાથી શરીર વધુ કેલરી બર્ન કરે છે. જોકે, માત્ર માચા પીવાથી વજન ઓછું થતું નથી. તેના માટે સંતુલિત આહાર, નિયમિત કસરત અને પૂરતી ઊંઘ પણ જરૂરી છે. સવાલ- શું માચા પીવાથી શરીર ડિટોક્સ થાય છે? જવાબ- વૈજ્ઞાનિક રીતે એવો કોઈ પુરાવો નથી કે તે શરીરમાંથી ટૉક્સિન્સ બહાર કાઢે છે. સવાલ- માચા પીવાનો સૌથી સારો સમય કયો છે? જવાબ- તેનો સૌથી સારો સમય સવારનો છે. તેમાં કેફીન હોય છે, જે ઊર્જા અને સતર્કતા વધારવામાં મદદ કરે છે. તેથી તેને મોડી સાંજે અથવા રાત્રે પીવાથી કેટલાક લોકોની ઊંઘ પર અસર થઈ શકે છે. સવાલ- કયા લોકોએ માચા ટી લેતી વખતે સાવચેત રહેવું જોઈએ? જવાબ- માચા સામાન્ય રીતે સ્વસ્થ લોકો માટે સુરક્ષિત માનવામાં આવે છે, પરંતુ તેમાં કેફીન હોય છે. તેથી કેટલાક લોકોએ સાવચેતી રાખવી જોઈએ. ગ્રાફિકમાં જુઓ- સવાલ- શું વધારે માચા પીવું નુકસાનકારક પણ બની શકે છે? જવાબ- હા, માચામાં કેફીન હોય છે, તેથી જરૂર કરતાં વધારે પીવાથી કેટલાક લોકોને સાઇડ ઇફેક્ટ્સ થઈ શકે છે, જેમ કે- સવાલ- એક દિવસમાં કેટલા પ્રમાણમાં માચા ટી પીવી જોઈએ? જવાબ- સામાન્ય રીતે સ્વસ્થ પુખ્ત વયના લોકો માટે દરરોજ 1 કપ માચા ટી પૂરતી છે. એક કપ માચા બનાવવા માટે સામાન્ય રીતે 1-2 ગ્રામ (લગભગ અડધીથી એક ચમચી) માચા પાઉડરનો ઉપયોગ કરવામાં આવે છે. સવાલ- ઘરે માચા ટી કેવી રીતે બનાવવી? જવાબ- તેને પોઈન્ટર્સ દ્વારા સમજો- ધ્યાનમાં રાખો- કેટલાક સામાન્ય પ્રશ્નો અને તેમના જવાબો પ્રશ્ન- માચાનો સ્વાદ કેવો હોય છે? જવાબ- તેમાં હળવી કડવાશ, માટી જેવી સુગંધ અને થોડી મીઠાશ હોય છે. ઘણા લોકો તેને ‘ગ્રાસી’ અથવા ‘અર્થિ’ સ્વાદ પણ કહે છે. પ્રશ્ન- શું બાળકોને માચા આપી શકાય? જવાબ- માચામાં કેફીન હોય છે, તેથી બાળકોને આપતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવી વધુ સારું છે. પ્રશ્ન- શું માચાથી ઊંઘ પર અસર થઈ શકે છે? જવાબ- હા. જો તેને વધુ માત્રામાં અથવા સૂતા પહેલાં લેવામાં આવે તો કેટલાક લોકોને ઊંઘવામાં તકલીફ થઈ શકે છે. પ્રશ્ન- શું માચામાં ખાંડ ઉમેરવી જોઈએ? જવાબ- માચા ખાંડ વગર પીવું વધુ સારું છે. સ્વાદ માટે કેટલાક લોકો મધ અથવા અન્ય સ્વીટનરનો ઉપયોગ કરે છે. સવાલ- શું માચા પીવાથી ડિહાઇડ્રેશન થાય છે? જવાબ- સામાન્ય માત્રામાં માચા પીવાથી ડિહાઇડ્રેશન થતું નથી. જોકે તેમાં કેફીન હોય છે, તેથી પૂરતું પાણી પીવું પણ જરૂરી છે. સવાલ- શું ડાયાબિટીસના દર્દીઓ માચા પી શકે છે? જવાબ- હા, પરંતુ તેના માટે ડૉક્ટર અથવા ડાયટિશિયનની સલાહ લેવી વધુ સારું છે.

………………………… ગ્રાફિક્સ: વિપુલ શર્મા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *