જાફરાબાદમાં રહેણાંક મકાનમાં સિંહે ગાયનો શિકાર કર્યો, CCTV:ક્રિષ્ના સોસાયટીમાં સિંહ દીવાલ કૂદીને મકાનમાં પ્રવેશ્યો, સ્થાનિકોમાં ભય

📅 Published: August 25, 2026 | 📂 Category: gujarati-news

અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં રહેણાંક વિસ્તારમાં સિંહ ઘૂસી આવવાની ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. જાફરાબાદની ક્રિષ્ના સોસાયટીમાં એક સિંહ રહેણાંક મકાનમાં ઘૂસી ગયો હતો અને ત્યાં રાખવામાં આવેલી ગાયનો શિકાર કર્યો હતો. સમગ્ર ઘટના મકાનમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. દીવાલ કૂદીને મકાનમાં પ્રવેશ્યો સિંહ
ક્રિષ્ના સોસાયટીમાં રહેતા જીગ્નેશભાઈ જાનીના મકાનમાં પશુઓ રાખવામાં આવ્યા હતા. શિકારની શોધમાં આવેલો સિંહ દીવાલ કૂદીને મકાનના પરિસરમાં પ્રવેશ્યો હતો. ત્યારબાદ ગણતરીની સેકન્ડોમાં જ સિંહે ગાયનો શિકાર કરી લીધો હતો. CCTV ફૂટેજમાં સિંહની મકાનમાં અવરજવર અને શિકારની સમગ્ર ઘટના કેદ થઈ છે. સિંહની અવરજવરથી સ્થાનિકોમાં ચિંતા
રહેણાંક વિસ્તારમાં સિંહ ઘૂસી આવવાની સાથે પશુના મારણની ઘટનાથી સ્થાનિકોમાં ચિંતા વધી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી. સાથે જ સિંહ ફરીથી રહેણાંક વિસ્તારમાં પ્રવેશ ન કરે અને લોકોની સુરક્ષા જળવાઈ રહે તે માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. રેવન્યુ અને દરિયાકાંઠા વિસ્તારોમાં સિંહોની વધતી અવરજવર
અમરેલી જિલ્લામાં સિંહોની અવરજવર હવે માત્ર જંગલ વિસ્તાર પૂરતી મર્યાદિત રહી નથી. રેવન્યુ વિસ્તાર ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સિંહોની હાજરીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેના કારણે સિંહો માનવ વસાહતો સુધી પહોંચવાના બનાવો વારંવાર બની રહ્યા છે. જાફરાબાદની આ ઘટના પણ વન્યપ્રાણી અને માનવ વસાહત વચ્ચે વધી રહેલા સંઘર્ષ તરફ સંકેત આપે છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *