જામજોધપુરમાં જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા 5 ઝડપાયા:પોલીસે દરોડો પાડી રૂ. 10,250 રોકડા સહિત મુદ્દામાલ જપ્ત કર્યો

📅 Published: September 9, 2026 | 📂 Category: gujarati-news

જામજોધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર વિરોધી ઝુંબેશ ચાલી રહી છે. આ દરમિયાન પોલીસે ખરવાડ વિસ્તારમાં જનતા વોટરની સામે આવેલી જાહેર શેરીમાં દરોડો પાડ્યો હતો. અહીં તીન પત્તીનો જુગાર રમતા પાંચ શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસે અરવિંદભાઈ કાનજીભાઈ પરમાર, ભરતભાઈ ગભરૂભાઈ ઓળવીયા, ભાવેશભાઈ રસિકભાઈ પરમાર, અનિલભાઈ કાંન્તીભાઈ રાઠોડ અને ચંદુભાઈ મૂળજીભાઈ પરમારને ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન પોલીસને ગંજીપત્તાના 52 પાના અને કુલ રૂ. 10,250 રોકડા મળ્યા હતા. પોલીસે આ તમામ રૂ. 10,250નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પાંચેય આરોપીઓ સામે જુગાર ધારા કલમ-12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસની તપાસ ASI સુરેશભાઈ રામજીભાઈ પરમાર કરી રહ્યા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *