જામનગરના નેપાળી પરિવારોએ નેપાળ પૂરના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી:મીણબત્તી પ્રગટાવી આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી, ભારતનો આભાર માન્યો

📅 Published: September 4, 2026 | 📂 Category: gujarati-news

જામનગરમાં રહેતા નેપાળી પરિવારોએ નેપાળમાં આવેલા પૂર હોનારતમાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપી. આ માટે ચાંદી બજાર ચોક ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો. આ સમયે મીણબત્તી પ્રગટાવી મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ચેરમેન ધીરેનભાઈ મોનાણી અને જામનગર ભાજપ શહેર અધ્યક્ષા બીનોબેન કોઠારીએ પણ શ્રદ્ધાંજલિ આપી હતી. જામનગરમાં લગભગ 15 હજાર જેટલા નેપાળી લોકો રહે છે. નેપાળમાં આવેલી આ ભારે કુદરતી આફતના સમયે ભારતના લોકોએ મદદ કરી હતી. આ મદદ અને સહકાર બદલ નેપાળી પરિવારોએ ભારતવાસીઓનો આભાર માન્યો હતો. ખાસ કરીને મુશ્કેલીના સમયે મદદ કરવા બદલ નેપાળી સમાજે ગુજરાતના લોકોનો પણ દિલથી આભાર માન્યો હતો. કાર્યક્રમમાં હાજર લોકોએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી અને તેમના પરિવારજનો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું હતું.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *