જામનગરમાં દુઃખભંજન મહાદેવ મંદિરે ભવ્ય નંદ મહોત્સવ યોજાયો:જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા

📅 Published: September 5, 2026 | 📂 Category: gujarati-news

જામનગરમાં તળાવની પાળે આવેલા પ્રસિદ્ધ સ્વયંભૂ દુઃખભંજન મહાદેવ મંદિર ખાતે જન્માષ્ટમી નિમિત્તે દુઃખભંજન મહાદેવ મંદિર તથા મહાદેવ ગ્રુપ દ્વારા ભવ્ય નંદ મહોત્સવનું આયોજન કરાયું હતું. જન્માષ્ટમીના પાવન દિવસે સવારથી રાત સુધી મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં અન્નકૂટ દર્શન, સંધ્યા આરતી, 121 દીવાની મહાઆરતી તેમજ રાસ-ગરબા સહિતના કાર્યક્રમોએ ભક્તિનો માહોલ છવાયો હતો. નંદ મહોત્સવના પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા અને ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભક્તિભાવથી ઉજવણી કરી હતી. આ પ્રસંગે મુખ્ય આયોજક મહાદેવ ગ્રુપના મિતેશ સર, દુઃખભંજન મહાદેવ મંદિરના પૂજારી પ્રવીણગીરી મહારાજ તેમજ મહાદેવ ગ્રુપના બધા સભ્યો હાજર રહ્યા હતા. નંદ મહોત્સવ દરમિયાન મંદિર પરિસરમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ છવાયો હતો. મોટી સંખ્યામાં લોકો જોડાઈને ધાર્મિક કાર્યક્રમોનો લાભ લીધો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *