જામનગરમાં ‘રાસવેલી’ નવરાત્રિ મહોત્સવમાં હજારો ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા:ભક્તિબેન જેઠવા, આર.જે. પ્રણવ અને વી.ડી.જે. જીત સાથે વેનસ ઇવેન્ટ્સને સફળતા મળી

📅 Published: October 18, 2026 | 📂 Category: gujarati-news

જામનગરમાં વેનસ ઇવેન્ટ્સ દ્વારા પ્રથમવાર નવ દિવસીય ‘રાસવેલી’ અર્બન નવરાત્રિ મહોત્સવનું આયોજન જામનગર-ખંભાળિયા બાયપાસ નજીક ક્રિષ્ના કાઠિયાવાડી હોટેલ ખાતે કરાયું હતું. આ મહોત્સવમાં હોસ્ટ ભક્તિબેન જેઠવા, આર.જે. પ્રણવ અને વી.ડી.જે. જીત સાથે હજારો ખેલૈયાઓએ ઉત્સાહથી ગરબે ઘૂમ્યા હતા. આ નવરાત્રિ મહોત્સવ તા. ૧૧ ઓક્ટોબરથી ૧૭ ઓક્ટોબર સુધી યોજાયો હતો. વેનસ ઇવેન્ટ્સ દ્વારા જામનગરના તમામ ખેલૈયાઓનો આભાર વ્યક્ત કરાયો છે. ખેલૈયાઓના ઉત્સાહ અને સહકારથી ‘રાસવેલી’ અર્બન નવરાત્રિ મહોત્સવ યાદગાર બન્યો છે. તા. ૧૮, ૧૯ અને ૨૦ ઓક્ટોબરના રોજ છેલ્લા ત્રણ દિવસના કાર્યક્રમો યોજાશે. આયોજકોએ આશા વ્યક્ત કરી છે કે ખેલૈયાઓ મોટી સંખ્યામાં હાજર રહી ઉત્સાહથી ગરબે ઘૂમે અને ઉત્સવને વધુ યાદગાર બનાવે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *