જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદની દુર્ગાવાહિની અને માતૃશક્તિ દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે વાર્ષિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં સમાજ અને દેશની રક્ષા કરતા અધિકારીઓ, કર્મચારીઓ તેમજ વિવિધ ક્ષેત્રના ભાઈઓને રક્ષાસૂત્ર બાંધી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જામનગર જિલ્લા કલેકટર પી.બી. પંડ્યા, જિલ્લા પોલીસ અધિક્ષક (SP) ડૉ. રવિ મોહન સૈની, ડીવાયએસપી વી.કે. પંડ્યા, એએસપી પ્રતિભા મેડમ સહિતના અધિકારીઓને રક્ષાસૂત્ર બાંધવામાં આવ્યા હતા. આ ઉપરાંત, મહિલા પોલીસ, ટ્રાફિક પોલીસ, સોનાપુરીના સેવકો, આરએસએસ અને સંગઠનના સ્વયંસેવકો, સેવાવસ્તીના ભાઈઓ, ડોક્ટરો, દર્દીઓ, ચોકીદારો, ૧૦૮ના ડ્રાઈવરો, વિવિધ મંદિરોના પૂજારીઓ અને ફાયર સ્ટેશનના સ્ટાફને પણ રક્ષાસૂત્ર બાંધવામાં આવ્યા હતા. આણંદાબાવા સેવા સંસ્થાનના અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમ સહિત કુલ ૨૧થી વધુ સ્થળોએ ઉપસ્થિત ભાઈઓને રક્ષાસૂત્ર બાંધી તેમના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરાઈ હતી. આ વાર્ષિક કાર્યક્રમમાં માતૃશક્તિના સૌરાષ્ટ્ર પ્રાંત ટોળી સદસ્ય હીનાબેન અગ્રાવત, દુર્ગાવાહિની પ્રાંત ટોળી સદસ્ય કૃપાબેન લાલ, વિભાગ સંયોજિકા ભાવનાબેન મણીયાર, જિલ્લા દુર્ગાવાહિની વાલી સ્વરૂપબા જાડેજા, સત્સંગ પ્રમુખ પ્રફુલ્લાબેન અગ્રાવત, દુર્ગાવાહિની મહાનગર સહ-સંયોજિકા અર્પિતાબેન પાલેજા, પલકબેન ભાનુશાળી, સ્નેહાબા ચૌહાણ, માતૃશક્તિ સંયોજિકા વર્ષાબેન નંદા, ભાવનાબેન ગઢવી, જાનવીબેન લાલ અને નવ્યાબા ચૌહાણ સહિતના બહેનો જોડાયા હતા. તેમણે સમગ્ર શહેરમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.
જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રક્ષાબંધન ઉજવાયું:સમાજ રક્ષકોને રક્ષાસૂત્ર બાંધી દીર્ઘાયુષ્યની પ્રાર્થના કરાઈ
📅 Published: August 28, 2026 |
📂 Category: gujarati-news
