જામનગર મનપાની ફૂડ શાખાની મોટી કાર્યવાહી:શહેરના 15 જેટલા ખાણીપીણીના એકમોમાં તપાસ, 2,460ની કિંમતનો કુલ 19.6 કિલો અખાદ્ય ખોરાક નાશ કરાયો

📅 Published: November 26, 2026 | 📂 Category: gujarati-news

જામનગર મનપાની ફૂડ શાખાની મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના 15 જેટલા ખાણીપીણીના એકમોમાં તપાસ કરવામાં આવી. જેમાં ​તીનબત્તી, કાલાવડ નાકા અને હર્ષદ મિલની ચાલી વિસ્તારમાં 13 નોનવેજ રેસ્ટોરન્ટની સઘન ચકાસણી કરાઇ છે. ​ગંદકી અને સફાઈના અભાવે એક રેસ્ટોરન્ટનું વેચાણ તાત્કાલિક અસરથી બંધ કરાવાયું, અન્ય એકને નોટિસ અપાઇ છે. ​ફૂડ ઝોન અને બેકરી સહિતના એકમોમાંથી અંદાજે રૂ. 2,460ની કિંમતનો કુલ 19.6 કિલો અખાદ્ય ખોરાક નાશ કરાયો છે. ​ખાદ્યપદાર્થોના 4 શંકાસ્પદ નમૂના લઈ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *