જામનગર-રાજકોટ હાઇવે પર LCB ત્રાટકી:228 નંગ બોટલ સાથે સાથે બે ઝડપાયા, કાર સહિત 2.37નો મુદ્દામાલ જપ્ત

📅 Published: August 17, 2026 | 📂 Category: gujarati-news

જામનગરLCBએ પૂર્વ બાતમીના આધારે જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક કાર્યવાહી હાથ ધરી હતી. LCBના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીની સૂચના અને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એમ.વી. ભાટીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન પોલીસને દારૂના જથ્થાની હેરાફેરી અંગે બાતમી મળતા ધ્રોલ નજીક વોચ ગોઠવવામાં આવી હતી. શંકાસ્પદ અલ્ટો કારને અટકાવી તપાસ
વોચ દરમિયાન જીજે-1-કે.આર.-2496 નંબરની અલ્ટો કાર શંકાસ્પદ હાલતમાં પસાર થતી જોવા મળતા પોલીસે તેને અટકાવી તપાસ કરી હતી. કારની તલાશી લેતાં તેમાં ઈંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ 228 નંગ દારૂ-બિયરની બોટલો/કેન સહિત રૂ.27,885નો મુદ્દામાલ કબજે કર્યો હતો. કાર અને બે મોબાઈલ સહિત કુલ રૂ.2.37 લાખનો મુદ્દામાલ
દારૂના જથ્થા ઉપરાંત પોલીસે રૂ.10 હજારની કિંમતના બે મોબાઈલ ફોન અને રૂ.2 લાખની કિંમતની અલ્ટો કાર પણ કબજે કરી હતી. આમ, દારૂ, મોબાઈલ અને કાર સહિત પોલીસે કુલ રૂ.2,37,885નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મધ્યપ્રદેશના બે શખ્સોની ધરપકડ
આ કાર્યવાહી દરમિયાન પોલીસે કાંતિભાઈ રમેશભાઈ ભુરીયા, રહે. મધ્યપ્રદેશ અને રૂપસિંહ પાંગલિયાભાઈ સિંગાડીયા, હાલ રહે. ખંભાલીડા-ધ્રોલ, મૂળ મધ્યપ્રદેશ,ની ધરપકડ કરી હતી. દારૂબંધી ભંગનો ગુનો નોંધી તપાસ શરૂ
બંને આરોપીઓ વિરુદ્ધ દારૂબંધીના કાયદાનો ભંગ કરવા બદલ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અને દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તથા ક્યાં પહોંચાડવાનો હતો તે સહિતની બાબતો અંગે તપાસ શરૂ કરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *