જીગ્નેશ કવિરાજ 'દાંડિયા ધમાલ' નવરાત્રિમાં જોવા મળશે:નિકોલમાં Gen-Z થીમ આધારીત ગરબામાં રમઝટ બોલાવશે; 7 સ્ટાર પાર્ટી પ્લોટમાં દોઢ લાખ ચોરસ ફૂટમાં ખેલૈયા ઘૂમશે

📅 Published: September 8, 2026 | 📂 Category: gujarati-news

નવરાત્રિ 2026ની તૈયારીઓ વચ્ચે પૂર્વ અમદાવાદના નિકોલમાં “દાંડિયા ધમાલ વીથ જિગ્નેશ કવિરાજ 2026″નું ભવ્ય આયોજન કરાયું છે. ગુજસાગા એન્ટરટેઈનમેન્ટ અને તીર્થરાજ એન્ટરટેઈનમેન્ટ દ્વારા 11મી ઓક્ટોબરથી 19મી ઓક્ટોબર 2026 દરમિયાન 7 સ્ટાર પાર્ટી પ્લોટ ખાતે આ ગરબા મહોત્સવ યોજાશે. 1,40,000 સ્કવેર ફૂટના વિશાળ ગ્રાઉન્ડમાં દરરોજ સાંજે 8.00 વાગ્યાથી મધ્યરાત્રિના 1.00 વાગ્યા સુધી પ્રખ્યાત ગાયક જીગ્નેશ કવિરાજના સૂરે ખેલૈયાઓ ગરબે ઘૂમશે. નિકોલના 7 સ્ટાર પાર્ટી પ્લોટમાં ભવ્ય આયોજન પૂર્વ અમદાવાદમાં છેલ્લા 10 વર્ષથી સફળતાપૂર્વક યોજાતા દાંડિયા ધમાલનું આ 11મું વર્ષ છે. આ વર્ષે નિકોલ રોડ પર આવેલા 7 સ્ટાર પાર્ટી પ્લોટમાં ગરબાનું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. સુંદર ડેકોરેશન, આકર્ષક લાઇટિંગ અને આધુનિક સુવિધાઓ સાથેનું આ વિશાળ સ્થળ દર્શકોને સંપૂર્ણ ઉત્સવમય વાતાવરણ પૂરું પાડશે.
હોમ ગ્રાઉન્ડ પર ગરબા રમાડવા જીગ્નેશ કવિરાજ ઉત્સુક ગાયક કલાકાર જીગ્નેશ કવિરાજે જણાવ્યું કે, પૂર્વ અમદાવાદમાં તેમના ચાહકો મોટી સંખ્યામાં છે. પોતે ભૂતકાળમાં નરોડા વિસ્તારમાં 20 વર્ષ રહ્યા હોવાથી અહીં ગરબા રમાડવાની તેમની પણ અંગત ઈચ્છા હતી. હાલ ગાંધીનગરમાં રહેતા અને મૂળ મહેસાણાના ખેરાલુ ગામના જીગ્નેશ કવિરાજે પોતાના જૂના ઘરઆંગણે ચાહકોને ગરબે રમાડવા માટે ભારે આનંદ અને ગર્વની લાગણી વ્યક્ત કરી હતી.
ખેલૈયાઓની સુવિધા માટે મર્યાદિત પાસનું આયોજન આયોજક તીર્થરાજ ત્રિવેદીના જણાવ્યા મુજબ, ગ્રાઉન્ડમાં 15,000થી વધુ લોકો એકસાથે રમવાની ક્ષમતા છે. પરંતુ ખેલૈયાઓને ભીડભાડ કે અડચણ વગર રમવાની મજા મળે તે માટે માત્ર 5,000થી 6,000 લોકોને જ પ્રવેશ આપવામાં આવશે. આ ઉપરાંત, આ વર્ષે યુવા પેઢી માટે ખાસ સસ્પેન્સ ધરાવતી ‘Gen-Z’ થીમ આધારિત ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
ચુસ્ત સુરક્ષા અને ઈમરજન્સી સુવિધાઓ ઉપલબ્ધ આયોજકો માટે સુરક્ષા અને નિયમો પ્રાથમિકતા રહેશે. ટ્રાફિક, ફાયર અને પોલીસ વિભાગની પરમિશન અનુસાર તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દરેક એન્ટ્રી પોઈન્ટ પર સિક્યુરિટી ચેકિંગ, ચુસ્ત CCTV સર્વેલન્સ, પૂરતી પાર્કિંગ વ્યવસ્થા, ઈમરજન્સી એક્ઝિટ અને મેડિકલ ટીમ તૈનાત રહેશે. ગામઠી કલા અને ફોટો સ્પોટ્સનું આકર્ષણ ગરબા ગ્રાઉન્ડના ડેકોરેશનમાં ગામડાની વાઈબ સાથે કલરફુલ ટ્રેડિશનલ લુક, આધુનિક લાઈટિંગ અને ફોક આર્ટનું મિશ્રણ જોવા મળશે. યુવાવર્ગ માટે ખાસ આકર્ષક ગેટ અને ફોટો સ્પોટ્સ તૈયાર કરવામાં આવ્યા છે, જેથી દરેકને ટ્રેડિશનલ ગરબા સાથે ફેસ્ટિવલનો વાસ્તવિક અનુભવ મળી રહે. આયોજક ટીમ દ્વારા મેનેજમેન્ટની કામગીરી શરૂ આ ભવ્ય મહોત્સવનું તમામ સંચાલન દેવાંગ ભટ્ટ, યોગેશ રામી, તીર્થરાજ ત્રિવેદી, આદિત્ય બારોટ, ગોવિંદ દેસાઈ અને અલ્પેશ પટેલ દ્વારા સંભાળવામાં આવી રહ્યું છે. આયોજકોએ ગરબાના ઓફિશિયલ એનાઉન્સમેન્ટ પ્રસંગે ઉપસ્થિત રહીને સમગ્ર આયોજનની વિગતો આપી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *