જીતુ પરમાર 38 વર્ષની સેવા બાદ નિવૃત્ત થયા:બોટાદમાં સમાજ કલ્યાણ અધિકારીને સન્માન સાથે વિદાય અપાઈ, પંચશીલ અને અશોકસ્તંભ ભેટ અપાયા

📅 Published: October 1, 2026 | 📂 Category: gujarati-news

સમાજ કલ્યાણ અધિકારી જીતુભાઈ પરમાર 38 વર્ષની ઉત્તમ સેવાઓ બાદ 30 સપ્ટેમ્બર, 2026ના રોજ વય નિવૃત્ત થયા. 1 ઓક્ટોબર, 2026ના રોજ બોટાદના “રાજગૃહ” ખાતે તેમને સન્માન સાથે વિદાય આપવામાં આવી. બનાસકાંઠાના હાથરવા ગામના વતની જે.એચ. પરમારે ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગમાં લાંબા સમય સુધી સેવા આપી. તેમણે સમાજના નબળા વર્ગોને આગળ લાવવા માટે સતત કામ કર્યું. સમતા બુદ્ધ વિહાર, બોટાદના પ્રમુખ બોધિરાજ બૌદ્ધ (પરેશભાઈ રાઠોડ) અને પ્રતિભા બૌદ્ધ (પ્રભાબેન રાઠોડ) દ્વારા જીતુભાઈ પરમારનું સન્માન કરાયું. તેમને માનવતાનું પ્રતીક પંચશીલ અને રાષ્ટ્રીય પ્રતીક અશોકસ્તંભ ભેટ આપવામાં આવ્યા. આ ઉપરાંત, માતા રમાઈ આંબેડકર ભવન ખાતે તેમના સહકર્મીઓ અને મિત્રો દ્વારા ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો. સૌએ તેમને સુખી, સ્વસ્થ અને સેવા પ્રવૃત્ત જીવન માટે શુભેચ્છાઓ પાઠવી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *