નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન (NCISM) ના મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડ (MARBISM) દ્વારા શૈક્ષણિક વર્ષ 2026–27 માટે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દેશભરમાંથી નિયમોનું ઉલ્લંઘન કરતી અને શૈક્ષણિક ધોરણો જાળવવામાં નિષ્ફળ રહેલી કુલ 48 આયુર્વેદ કોલેજોની BAMS કોર્સ માટેની મંજૂરી રદ્દ (Denied Permission) કરવામાં આવી છે. આ યાદીમાં ગુજરાતની 7 કોલેજો ઉપરાંત મધ્ય પ્રદેશની 9, કર્ણાટકની 8, ઉત્તર પ્રદેશની 7, પંજાબની 4, મહારાષ્ટ્રની 3, રાજસ્થાનની 3, હરિયાણાની 2 તેમજ બિહાર, છત્તીસગઢ, નવી દિલ્હી અને ઉત્તરાખંડની 1-1 કોલેજોનો સમાવેશ થાય છે. ‘ઓન-પેપર’ શિક્ષકો અને ગેરરીતિઓ માનતા રદ થવાનું મુખ્ય કારણ
NCISM ની તપાસ દરમિયાન સામે આવ્યું છે કે અનેક કોલેજોમાં શૈક્ષણિક ફેકલ્ટી માત્ર ‘કાગળ પર’ (On-Paper Faculty) જ દર્શાવવામાં આવી હતી. આ શિક્ષકો વાસ્તવમાં કોલેજમાં હાજર રહી પોતાની વાસ્તવિક ફરજો બજાવતા ન હતા. આ ગંભીર બેદરકારી સામે પગલાં લેતા NCISM ના પ્રમુખ ડૉ. મુકુલ પટેલે આવી બોગસ ફેકલ્ટીના ‘ટીચર કોડ’ 1 વર્ષ માટે સસ્પેન્ડ (Withheld) કરી દીધા છે. આ પ્રતિબંધિત ગાળામાં આ શિક્ષકો કોઈપણ તબીબી સંસ્થામાં સેવા આપી શકશે નહીં તથા તેમનો અનુભવ પણ માન્ય ગણાશે નહીં. નોબલ કોલેજ દ્વારા 10 લાખની લાંચ આપવાનો પ્રયાસ
જૂનાગઢની નોબલ આયુર્વેદ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની શૈક્ષણિક વર્ષ 2026–27 માટે 100 BAMS બેઠકોની મંજૂરી રદ્દ કરવામાં આવી છે. આ કોલેજમાં 13 બોગસ શિક્ષકોને કાયદેસર ઠેરવવા અને સાનુકૂળ ચકાસણી રિપોર્ટ મેળવવા માટે રૂ.10 લાખની લાંચ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. NCISMની હીયરિંગ કમિટીના સભ્ય ડૉ. રૂપાલી મહાડીકને તપાસ સોંપાતા, કોલેજના પ્રોફેસર ડૉ. અભય નાલવડે અને ટ્રસ્ટી પ્રતીક મોરીએ તેમને રૂ. 10 લાખની લાંચની ઓફર કરી હતી. આ અંગે પુરાવા એકઠા કરી NCISM ના પ્રમુખ ડૉ. મુકુલ પટેલની સૂચનાથી દિલ્હી સીબીઆઈ (CBI) માં ફરિયાદ નોંધાવાઈ હતી. સીબીઆઈ દ્વારા ભારતીય ન્યાય સંહિતા (BNS) અને ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ ગુનાહિત ષડયંત્રની એફઆઈઆર (FIR) દાખલ કરીને આગળની તપાસ હાથ ધરાઈ છે. ગુજરાતની માન્યતા રદ થયેલી 7 આયુર્વેદ કોલેજો અન્ય રાજ્યોમાં રદ્દ થયેલી કોલેજોનો આંકડો NCISM દ્વારા લેવાયેલા આ કડક નિર્ણયથી તબીબી શિક્ષણનું સ્તર સુધરશે અને બોગસ ફેકલ્ટી દર્શાવીને પ્રવેશ ચલાવતી સંસ્થાઓ પર લગામ કસાશે.
જૂનાગઢની નોબલ આયુર્વેદિક કોલેજની માન્યતા રદ:બોગસ શિક્ષકો અને લાંચ કૌભાંડ સામે NCISMનું મોટું પગલું, ગુજરાતની 7 સહિત દેશની 48 કોલેજની મંજૂરી રદ કરાઈ
📅 Published: September 18, 2026 |
📂 Category: gujarati-news
