ટંકારીયામાં જુગારના અડ્ડા પર પોલીસનો દરોડો, 19 ઝડપાયા:રૂ. 500 એન્ટ્રી ફી અને કલાકનો ટેબલ ચાર્જ લેવાતો, રમવા માટે પ્લાસ્ટિકના ટોકન અપાતા; 2.42 લાખનો મુદ્દામાલ જપ્ત

📅 Published: September 2, 2026 | 📂 Category: gujarati-news

ભરૂચ LCBની ટીમે ટંકારીયા ગામમાં જુગારનો અડ્ડો ઝડપી પાડ્યો છે. પોલીસે જુગાર રમતા અને રમાડતા 19 લોકોને ઝડપી રોકડ રકમ, 17 મોબાઈલ ફોન અને જુગારના ટોકન સહિત કુલ 2.42 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ તપાસમાં સમગ્ર જુગારધામ કેવી રીતે ચાલતું હતું તે અંગે ખુલાસો થયો હતો. પોલીસે દરોડો પાડી જુગારીઓને ઝડપ્યાં
LCBની ટીમને બાતમી મળી હતી કે, ટંકારીયા ગામના ગોડર સ્ટ્રીટ વિસ્તારમાં રહેતો રફીક સુલેમાન સાપા પોતાના જૂના મકાનમાં જુગારનો અડ્ડો ચલાવે છે. તે બહારથી લોકોને બોલાવીને જુગાર રમાડે છે. આ માહિતીના આધારે ટીમે જુગારધારા મુજબ જરૂરી વોરંટ મેળવી પંચોને સાથે રાખીને મકાનમાં દરોડો પાડ્યો હતો. જેમાં 19 લોકો પોલીસના હાથે ઝડપાયા હતા. પોલીસે જણાવ્યું કે, તપાસમાં રફીક સાપા મુખ્ય સંચાલક છે. જુગારધામ ચલાવવાની રીત પણ સામે આવી છે. જુગાર રમવા આવતા ખેલાડીઓ પાસેથી 500 રૂપિયા એન્ટ્રી ફી લેવામાં આવતી હતી. રોકડ જમા કરાવ્યા બાદ જુદી જુદી કિંમતના પ્લાસ્ટિકના ટોકન અપાતા હતા. આ ટોકન 20, 50, 100 અને 200 રૂપિયાના મૂલ્યના હતા. આ ઉપરાંત,ખેલાડીઓ પાસેથી કલાક દીઠ 500 રૂપિયા ટેબલ ચાર્જ પણ લેવામાં આવતો હતો. પોલીસે જુગારના સ્થળેથી 1,16,815 રૂપિયા રોકડા, વિવિધ કંપનીના 17 મોબાઈલ ફોન તેમજ અન્ય સામાનમાં 151 પ્લાસ્ટિક ટોકન કોઈન, પ્લાસ્ટિક અને સ્ટીલની ટોકરીઓ, પાથરણાં, જુગાર બોર્ડ અને પત્તાની કેટ મળી કુલ રૂ. 2,42,315નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડેપાયેલા આરોપીઓના નામ
દરોડામાં પોલીસે રફીક સુલેમાન સાપા, લતીફ ઇસ્માઇલ રબદા, ફિરોઝ અમીર શેખ, આસીફ કાસમ મલેક, હારૂન ઇબ્રાહીમ સુતરીયા, જીતેશ પરસોત્તમ માછી, ભીખા કેસુર વસાવા, અબ્દુલ રસુલ ભટ્ટી, મહેશ ભાઈલાલ માછી, હારૂન ઇસ્માઇલ બાલા, અયુબ ઇસ્માઇલ સીંધી, લતીફ અહમદ પટેલ, રસીદ ઇબ્રાહીમ લાલન, પીર મહમદ ફકીર મહમદ મલેક, સબ્બીર ઇબ્રાહીમ પટેલ, ફારૂક ઇસ્માઈ કાપડીયા, ઈમરાન ઇબ્રાહીમ લાલન, યાવર હુસેન ઉર્ફે બાબામીયા મુનીરમિયાં મલેક અને સલીમ વલી લાલનને ઝડપી પાડ્યા છે. દરોડા દરમિયાન નાસભાગમાં યાવર હુસેન ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. LCBએ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે કેસ પાલેજ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *