બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ પર થયેલા હુમલાના ચર્ચિત કેસમાં મુંબઈ, ગુજરાત અને રાજસ્થાન પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડીને મોટી સફળતા મેળવી છે. કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા ત્રણ શાર્પ શૂટરોને રાજસ્થાનના કોટા સ્ટેશનથી ઝડપી લેવામાં આવ્યા છે. હુમલાના આ બનાવ બાદ સમગ્ર બોલિવૂડ સહિત દેશભરમાં ચકચાર મચી ગઈ હતી, જેથી પોલીસે અલગ-અલગ રાજ્યોમાં તપાસનું નેટવર્ક ગોઠવીને આરોપીઓને પકડી પાડ્યા છે. નવસારી થઈ મુંબઈ લઈ જવાયા, કડક પૂછપરછ શરૂ
મુંબઈ પોલીસની સ્પેશિયલ ટીમ પકડાયેલા આરોપીઓને કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે રોડ માર્ગે મુંબઈ લઈ જઈ રહી હતી. આ દરમિયાન પોલીસ કાફલો ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાંથી પસાર થયો હતો અને ડુંગરી નજીક આવેલા ‘પટેલ ઢાબા’ પાસે 15 મિનિટ માટે રોકાયો હતો. પકડાયેલા શૂટરો લોરેન્સ બિશ્નોઈ ગેંગના સક્રિય સભ્યો હોવાનું સામે આવ્યું છે. મુંબઈ ખાતે તેમની ઊંડાણપૂર્વક પૂછપરછ દરમિયાન હુમલાના કાવતરા અંગે મોટા ખુલાસા થવાની શક્યતા છે. સુરત થઈ નેપાળ ભાગવાનો પ્લાન નિષ્ફળ બન્યો
હુમલાની ઘટનાને અંજામ આપ્યા બાદ ત્રણેય આરોપીઓ મુંબઈથી ભાગીને ગુજરાત પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ સુરત-જયપુર એક્સપ્રેસ ટ્રેન પકડીને રાજસ્થાન થઈને સરહદ પાર કરી નેપાળ ભાગી જવાની ફિરાકમાં હતા. જોકે, પોલીસને આ અંગેની ચોક્કસ બાતમી મળી જતાં ટીમ દ્વારા જયપુર એક્સપ્રેસ ટ્રેનમાં જ દરોડો પાડીને ત્રણેય શૂટરોને દબોચી લેવામાં આવ્યા હતા. આ સફળ કામગીરીથી ગુનેગારોનો નેપાળ ભાગી જવાનો મોટો પ્લાન નિષ્ફળ રહ્યો હતો.
ટાઇગર શ્રોફ પર હુમલા કેસમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગના 3 શૂટર:રાજસ્થાનથી પકડાયા, નવસારી થઈને મુંબઈ લવાયા; નેપાળ ભાગવાની ફિરાકમાં હતા
📅 Published: October 21, 2026 |
📂 Category: gujarati-news
