ટેક્સટાઈલ માર્કેટમાં આગ:સલાબતપુરાની આદિનાથ માર્કેટના ત્રીજા માળે દુકાન સળગી, ફાયર બ્રિગેડની 14-15 ગાડીઓએ કાબૂમાં લીધી

📅 Published: October 19, 2026 | 📂 Category: gujarati-news

સુરતના કાપડ બજારમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે. સલાબતપુરા વિસ્તારમાં આવેલી મોટી બેગમવાડી અને માનદરવાજા સામેની ગલીમાં આવેલી આદિનાથ ટેક્સટાઈલ માર્કેટમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ત્રીજા માળે આવેલી દુકાનમાં આગ લાગી
આજે સવારે આશરે 10:45 વાગ્યાના અરસામાં ફાયર કંટ્રોલ રૂમને આદિનાથ ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. માર્કેટના ત્રીજા માળે આવેલી એક દુકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. દૂરથી જોતાં જ માર્કેટમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા દેખાતા હોવાથી આગ વિકરાળ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. 10 ફાયર સ્ટેશનની 14થી 15 ગાડીઓ રવાના કરાઈ
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક ધોરણે અલગ-અલગ 10 ફાયર સ્ટેશનો પરથી આશરે 14થી 15 ફાયર ટેન્કરો અને ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળે પહોંચી તાબડતોબ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા, આગ નિયંત્રણમાં
આગની માહિતી મળતા જ ચીફ ફાયર ઓફિસર, ડેપ્યુટી CFO સહિતના ઉચ્ચ અધિકારીઓ અને ડિવિઝનલ ફાયર ઓફિસરો સ્થળ પર પહોંચ્યા હતા. ફાયર વિભાગની સતર્કતાથી આગ માત્ર એક જ દુકાન પૂરતી સીમિત રહી હતી અને અન્ય દુકાનોમાં ફેલાતી અટકી ગઈ હતી. હાલ આગ પર નિયંત્રણ મેળવી લેવાયુ છે, જોકે ધુમાડો વધુ હોવાથી કૂલિંગ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે. આગ લાગવાનું પ્રાથમિક કારણ હજુ જાણી શકાયું નથી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *