અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વ્હાઇટ હાઉસે ઓનલાઈન વિડીયો ગેમ્સની એક વેબસાઈટ લોન્ચ કરી છે. જેમાં ખેલાડીઓ ગેરકાયદેસર પ્રવાસીઓનો પીછો કરીને તેમને પકડી શકે છે, ડિપોર્ટ કરી શકે છે અને અમેરિકા-મેક્સિકો સરહદ પર દીવાલ બનાવી શકે છે. વેબસાઈટની એક ગેમ ‘રિયો રન’ ક્લાસિક ‘સ્નેક’ પર આધારિત છે. જેમાં અમેરિકી બોર્ડર પ્રમુખ ટોમ હોમનનું ડિજિટલ પાત્ર રિયો ગ્રાન્ડે નદી પાસે પ્રવાસીઓનો પીછો કરે છે. બીજી ગેમ ‘બિલ્ડ ધ વોલ’ છે. જેમાં ખેલાડીઓ બ્લોક્સ જોડીને અમેરિકા-મેક્સિકો સરહદ પર દીવાલ બનાવે છે. ગેમમાં લખ્યું છે- “આવતી ભીડથી સરહદનું રક્ષણ કરો.” વ્હાઇટ હાઉસે કહ્યું- ઉપલબ્ઘીઓને લોકો સુધી પહોંચાડવાનો એક માર્ગ વ્હાઇટ હાઉસના X એકાઉન્ટે ‘મેક અમેરિકા ગ્રેટ અગેઇન’ (MAGA) લોગોને મળતો આવતો એક વીડિયો પોસ્ટ કર્યો. જેમાં લખ્યું હતું- “જીતવાનું બંધ ન કરી શકો. દીવાલ બનાવો. ડિપોર્ટ કરો. ટ્રમ્પ એકાઉન્ટ ભરો.” વ્હાઇટ હાઉસે કહ્યું કે આ ગેમ્સ દ્વારા રાષ્ટ્રપતિની સિદ્ધિઓ અને નીતિઓને લોકો સુધી એવી રીતે પહોંચાડવામાં આવી રહી છે, જે તેમને સરળતાથી સમજાઈ શકે અને તેઓ તેની સાથે જોડાઈ શકે. માનવાધિકાર સંગઠનોએ ટીકા કરી ગેમ્સ લોન્ચ થતા જ માનવાધિકાર સંગઠનોએ વ્હાઇટ હાઉસની ટીકા કરવાનું શરૂ કરી દીધું. ટેક્સાસના ઇગલ પાસમાં ફ્રોન્ટેરા ફેડરેશનના સહ-નિર્દેશક અમેરિકા ગાર્સિયા ગ્રેવાલે કહ્યું કે પ્રશાસન લાંબા સમયથી લોકોના જીવન સાથે રમી રહ્યું હતું, હવે તેણે તેને ખરેખર વીડિયો ગેમ બનાવી દીધી છે. બોર્ડર પર કામ કરતી સંસ્થા AMIGOS સાન ડિએગો કમ્યુનિટીના પ્રોગ્રામ કોઓર્ડિનેટર એડ્રિયાના જાસોએ કહ્યું કે આ ગેમ્સથી પ્રશાસનના વલણમાં ગંભીરતાનો અભાવ દેખાય છે. તેમણે કહ્યું કે પ્રવાસીઓને અમાનવીય અને મજાકનો વિષય બનાવવામાં આવી રહ્યા છે, જ્યારે અટકાયત કેન્દ્રોમાં લોકોના મોત થઈ રહ્યા છે. તેમના મતે, “આ મુદ્દાને એવી રીતે દર્શાવે છે કે જાણે તે કોઈ ગેમ હોય, જ્યારે વાસ્તવમાં એવું નથી.” ટ્રમ્પે સૌથી મોટા સામૂહિક ડિપોર્ટેશનનું વચન આપ્યું હતું ટ્રમ્પે 2024ની ચૂંટણી પ્રચારમાં અમેરિકાના ઇતિહાસનું સૌથી મોટું માસ ડિપોર્ટેશન અભિયાન ચલાવવાનું વચન આપ્યું હતું. જાન્યુઆરી 2025માં સત્તામાં પાછા ફર્યા પછી તેમની સરકારે આના પર ઝડપથી કામ શરૂ કર્યું. પ્રશાસને દસ્તાવેજ વગરના પ્રવાસીઓની ધરપકડ અને દેશમાંથી બહાર મોકલવા માટે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) ને વધુ અધિકારો આપ્યા. અમેરિકા-મેક્સિકો સરહદ પર સુરક્ષા વધારવામાં આવી અને ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી. ટ્રમ્પ પ્રશાસનનું કહેવું છે કે આ પગલાંનો હેતુ ગેરકાયદેસર સરહદ પાર કરવા પર રોક લગાવવાનો અને માન્ય દસ્તાવેજો વગર અમેરિકામાં રહેતા લોકોને ઝડપથી દેશમાંથી બહાર મોકલવાનો છે.
ટ્રમ્પ-સરકારે ગેરકાયદેસર પ્રવાસીઓને હાંકી કાઢતી ગેમ્સ લોન્ચ કરી:ખેલાડીઓ પીછો કરીને પકડશે; મેક્સિકો બોર્ડર પર દીવાલ બનાવશે
📅 Published: September 4, 2026 |
📂 Category: International
