ડાંગને બાળમજૂરી-બાળલગ્ન મુક્ત બનાવવા પર ભાર:કલેક્ટર કચેરીમાં બાળ સુરક્ષા બેઠક, ચેરમેન ધર્મિષ્ઠાબેન ગજ્જર હાજર

📅 Published: October 5, 2026 | 📂 Category: gujarati-news

ડાંગ જિલ્લા કલેક્ટર કચેરીમાં બાળ સુરક્ષા અને અધિકારોના સુદૃઢીકરણ માટે સમીક્ષા બેઠક યોજાઈ હતી. ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન ધર્મિષ્ઠાબેન ગજ્જર અને કલેક્ટર એન.ડી. પરમાર બેઠકમાં હાજર રહ્યા હતા. ચેરમેન ગજ્જરે જણાવ્યું કે, વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી પટેલના માર્ગદર્શનથી દરેક બાળક ‘સ્વસ્થ, શિક્ષિત અને સુરક્ષિત’ બને તે માટે કામગીરી ચાલી રહી છે. તેમણે આંગણવાડીઓમાં બાળકોની 100 ટકા હાજરી અને સંપૂર્ણ પોષણ સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો. આયોગના સચિવ ડી.ડી. કાપડીયાએ કહ્યું કે, સરકારનો લક્ષ્ય તમામ જિલ્લાઓને બાળમજૂરી મુક્ત, બાળલગ્ન મુક્ત અને ‘ચાઈલ્ડ ફ્રેન્ડલી ગવર્નન્સ’ બનાવવાનો છે. ડાંગમાં શાળાઓમાં સુવિધાઓ વધારવા અને સ્થળાંતર કરતા વાલીઓના કાઉન્સેલિંગ માટે સૂચના અપાઈ. ખાસ કરીને, બાળલગ્ન રોકવા માટે ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપક જાગૃતિ કાર્યક્રમો યોજવા પર ભાર મૂકાયો. આયોગે ડાંગ જિલ્લામાં બાળ અધિકારો અંગે થયેલી કામગીરીની પ્રશંસા કરી, વહીવટી તંત્ર અને બાળ સુરક્ષા એકમોને અભિનંદન આપ્યા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *