સુરતના ડીંડોલી પોલીસ સ્ટેશનની ઠીક સામે સામસામે વાહનો અથડાતાં ભારે હોબાળો મચી ગયો હતો. પોલીસ મથકના ગેટ બહાર પોલીસ વાન હાજર હોવા છતાં કાયદાના ડર વિના બંને પક્ષો વચ્ચે રસ્તા પર જ તૂતૂ-મેંમેં શરૂ થઈ હતી. સામાન્ય અકસ્માત બાદ શરૂ થયેલી બોલાચાલી જોતજોતામાં ઉગ્ર બની હિંસક મારામારીમાં ફેરવાઈ ગઈ હતી. મહિલા પર હાથ ઉપાડતાં મામલો વધુ ઉગ્ર બન્યો
અકસ્માત બાદ ઝઘડા દરમિયાન મહિલાએ એક યુવકને ધક્કો માર્યો હતો, જેનાથી ઉશ્કેરાઈને યુવકે મહિલા પર હાથ ઉપાડી માર માર્યો હતો. આ જોઈ મહિલા સાથે રહેલા અન્ય પુરુષે તે યુવક પર હુમલો કરી તેને માર મારવાનું શરૂ કર્યું હતું. એકબીજાને મારતા મારતા ત્રણેય લોકો રસ્તા પરથી છેક પોલીસ સ્ટેશનની અંદર સુધી પહોંચી ગયા હતા. વીડિયો વાયરલ થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી
પોલીસ મથક બહાર થયેલી આ મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ તંત્ર દોડતું થયું હતું. ઘટના સ્થળે હાજર પોલીસે તાત્કાલિક વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો. હાલ ડીંડોલી પોલીસે બંને પક્ષોને અંદર લઈ જઈ તેમના નિવેદનો નોંધવાની તથા આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
ડિંડોલી પોલીસ મથક સામે વાહન અથડાતાં દંગલ:મહિલા પર હાથ ઉપાડ્યા બાદ છૂટાહાથની મારામારી, અકસ્માત બાદ મારામારી કરતાં લોકો છેક પોલીસ મથકની અંદર ઘૂસી ગયા
📅 Published: August 19, 2026 |
📂 Category: gujarati-news
