ડુમસમાં સ્થાનિક પોલીસની બે રેડ બાદ ક્રાઇમ બ્રાન્ચ ત્રાટકી:ઉત્તરાખંડ પાસિંગ ટ્રકના ચોરખાનામાંથી 6 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, હરિયાણાનો ડ્રાઇવરની અટકાયત

📅 Published: August 19, 2026 | 📂 Category: gujarati-news

સુરતના ડુમસ વિસ્તારમાં સ્થાનિક પોલીસે માત્ર 3 દિવસની અંદર 2 અલગ-અલગ દરોડા પાડી હાઇ પ્રોફાઇલ દારૂની મહેફિલો પકડી પાડી હતી. આ ચર્ચા હજુ શાંત નથી થઈ ત્યાં જ સુરત ક્રાઇમ બ્રાન્ચે એ જ વિસ્તારમાંથી ઉત્તરાખંડ પાસિંગ કન્ટેનર ટ્રકમાંથી મોટા પાયે વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમી આધારે ઉત્તરાખંડ પાસિંગ (UK07CD4970) ટ્રક સાથે હરિયાણાના પાનીપતના રહેવાસી 27 વર્ષીય ચાંદ સતનારાયણ ભારદ્વાજ નામના ડ્રાઇવરની ધરપકડ કરી છે. કેબિનની છતમાં ચોરખાનામાંથી 6 લાખની વ્હિસ્કી મળી
ક્રાઇમ બ્રાન્ચની ટીમે ડુમસ ગોલ્ફ સાઇડ પાસે નહેર વાળા રસ્તા પર વોચ ગોઠવી હતી. શંકાસ્પદ કન્ટેનરને અટકાવી તપાસ કરતા ડ્રાઇવર કેબિન તથા છત ઉપર ખાસ બનાવેલા ચોરખાનામાંથી ભારતીય બનાવટની ઇમ્પોર્ટેડ સ્કોચ વ્હિસ્કીની 288 મોંઘી બોટલો મળી આવી હતી. જેની કિંમત 6,00,612 થાય છે. પોલીસે વિદેશી દારૂ, 10,00,000 ની કન્ટેનર ટ્રક અને 25,000 નો iPhone 15 મળી કુલ 16,25,612 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. હરિયાણાથી માલ ભરી લોકેશન પર રાહ જોઈ રહ્યો હતો ડ્રાઇવર
પકડાયેલા આરોપી ચાંદ ભારદ્વાજની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. હરિયાણા ખાતે રહેતા ટ્રક માલિકે પોતે જ કેબિનની છતમાં ચોરખાનું બનાવી દારૂ ભરી આપ્યો હતો. ટ્રક માલિકે આપેલા લોકેશન મુજબ આરોપી ડુમસ ખાતે આવીને સુરતના સ્થાનિક બુટલેગરને માલ ડિલીવરી કરવા રાહ જોઈ રહ્યો હતો, તે જ સમયે ક્રાઇમ બ્રાન્ચે તેને રંગેહાથ દબોચી લીધો હતો. 3 દિવસના રિમાન્ડ મેળવાયા
સુરત ક્રાઇમ બ્રાન્ચ (DCB) પોલીસે નશાબંધી સુધારા અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હરિયાણાથી માલ મોકલનાર ટ્રક માલિક અને સુરતમાં માલ મંગાવનાર સ્થાનિક બુટલેગરને વોન્ટેડ જાહેર કરાયા છે. આરોપીના કોર્ટમાંથી 3 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી આ સમગ્ર નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *