ડોલવણના પાટી ગામે દીપડો પાંજરે પુરાયો:ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ લીધો, તબીબી પરીક્ષણ બાદ જંગલ વિસ્તારમાં મુક્ત કરાશે

📅 Published: October 14, 2026 | 📂 Category: gujarati-news

તાપી જિલ્લાના ડોલવણના પાટી ગામે છેલ્લા કેટલાક સમયથી આંટાફેરા કરી રહેલો કદાવર દીપડો આખરે વન વિભાગના પાંજરે પુરાયો છે. જેથી ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. પાટી ગામના ગાંધી ઓવારા ફળિયામાં છેલ્લા ઘણા દિવસોથી અવારનવાર દીપડો દેખાતો હતો, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ગ્રામજનોની રજૂઆત અને ફરિયાદને પગલે વન વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી ફળિયા નજીક મારણ સાથેનું પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન, મારણ ખાવાની લાલચે આવેલો અંદાજે ચાર વર્ષની ઉંમરનો દીપડો આબાદ રીતે પાંજરે પુરાઈ ગયો હતો. દીપડો પકડાયો હોવાની વાત વાયુવેગે ગામમાં ફેલાતા જ તેને જોવા માટે ગ્રામજનોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને દીપડાનો કબજો લીધો હતો. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, દીપડાનું પ્રાથમિક તબીબી પરીક્ષણ અને જરૂરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તેને સલામત રીતે જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *