તરણેતરના મેળા પૂર્વે સુરેન્દ્રનગર‎પોલીસનું ચેકિંગ:ચોટીલા, સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રામાં રેડ

📅 Published: September 12, 2026 | 📂 Category: gujarati-news

થાનગઢના ત્રિનેશ્વર મહાદેવ ખાતે તરણેતરનો મેળો યોજાનાર છે, જેમાં દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. જિલ્લામાંથી બે નેશનલ હાઇવે અને રણ વિસ્તાર પસાર થતો હોવાથી કાયદો, વ્યવસ્થા અને સલામતી જાળવવા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની સૂચનાથી એસ.ઓ.જી. શાખા દ્વારા હોટલ, ધાબા, ગેસ્ટ હાઉસ અને ભંગારના ડેલાઓ પર ખાસ ચેકિંગ ઝુંબેશ હાથ ધરાઈ હતી. આ ચેકિંગ દરમિયાન ગેસ્ટ હાઉસમાં પથીક એપ્લિકેશનમાં મુસાફરોની એન્ટ્રી થાય છે કે કેમ, સીસીટીવી કેમેરા અને તેનું સ્ટોરેજ, ગ્રાહકોના આઈ.ડી. પ્રોફાઈલ તેમજ ભંગારના ડેલામાં રજિસ્ટર નીભાવવામાં આવે છે કે નહીં તે અંગે સઘન તપાસ કરાઈ હતી. નિયમોનો હોટલના સંચાલકો સામે પથિક સોફ્ટવેરની અનિયમિતતા બદલ કેસ નોંધવામાં આવ્યા છે. જાહેરનામા ભંગ બદલ નોંધાયેલા ગુના તથા આરોપીઓની વિગત જોઈએ તો ગણેશ પાવભાજી સુરેન્દ્રનગર સંજયભાઈ રાજુભાઈ જરવરીયા,ન્યુગુલશન પાનપાર્લર વઢવાણ સુરેન્દ્રનગર સાહિરભાઈ બદરુદીનભાઈ શેખ ,હેવમોર આઈસક્રીમ વઢવાણ કાદરભાઈ ઉસ્માનભાઈ કચોટ, ભંગારનો ડેલો ધ્રાંગધ્રા, કૈલાશ પનાલાલજી ગુર્જર ભંગારનો ડેલો, ધ્રાંગધ્રા શાહરૂખભાઈ મુસાભાઈ ભટ્ટી, વેસ્ટર્ન હોટલ ચોટીલા મોહમદ અબ્દુલ જબ્બાર દુક્કા,મોમાઈ હોટલ ચોટીલા ભાવેશભાઈ મશરૂભાઈ સરૈયા,ધરતી ગેસ્ટ હાઉસ ચોટીલા વીરભદ્રસિંહ પ્રવીણસિંહ જાડેજા અનુસંધાન પાનાનં-3


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *