મહેસાણા ખાતે સંસ્કાર ભારતી જિલ્લા સમિતિ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે ‘સ્વરાજનો શંખનાદ: વંદે માતરમ્’ નાટકનું ભવ્ય મંચન યોજાયું હતું. આઝાદીના સંગ્રામ અને રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ના 150 વર્ષના ઇતિહાસને જીવંત કરતી આ નાટ્ય પ્રસ્તુતિએ ઉપસ્થિત તમામ નગરજનોને રાષ્ટ્રભક્તિના રંગે રંગી દીધા હતા. સાત દિવસની મહેનત અને દેશપ્રેમનું સિંચન
પ્રોફેસર કમલ જોશી દ્વારા લિખિત અને દિગ્દર્શિત આ નાટક માત્ર સાત દિવસની સઘન મહેનત બાદ મંચસ્થ કરવામાં આવ્યું હતું. યુવા પેઢીમાં દેશપ્રેમ અને રાષ્ટ્રભાવનાનું સિંચન કરવાના હેતુથી યોજાયેલા આ ઐતિહાસિક નાટકને મહેસાણાવાસીઓએ ભારે ઉત્સાહ સાથે વધાવી લીધું હતું. મનોરંજન જગતની નામાંકિત હસ્તીઓની ઉપસ્થિતિ
આ ખાસ પ્રસંગે ‘મહાભારત’ સિરિયલમાં શ્રીકૃષ્ણની ભૂમિકા ભજવનાર નીતિશ ભારદ્વાજ, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પત્રકાર પોપટલાલ ફેમ શ્યામ પાઠક, પદ્મશ્રી હાજીભાઈ રમકડું તેમજ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ જેવી મહાનુભાવોએ ખાસ હાજરી આપીને કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમનું સમાપન
કાર્યક્રમના અંતે ઉપસ્થિત અતિથિઓ અને નાગરિકોએ સંસ્કાર ભારતી મહેસાણાની ટીમ અને કલાકારોના ઉત્કૃષ્ટ આયોજન તથા અથાક પરિશ્રમની મુક્ત મને પ્રશંસા કરી હતી.
તારક મહેતાના 'પોપટલાલ અને ઐયર'એ હાજરી આપી:મહેસાણામાં 'વંદે માતરમ્' નાટકનું ભવ્ય મંચન યોજાયું; પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડે આપી હાજરી
📅 Published: August 15, 2026 |
📂 Category: gujarati-news
