તિબેટમાં 7ની તીવ્રતાનો ભૂકંપ:કેન્દ્ર 10 કિમીની ઊંડાઈએ હતું; હાલ નુકસાનની માહિતી નથી

📅 Published: October 22, 2026 | 📂 Category: International

તિબેટમાં 7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભારતીય સમય અનુસાર ગુરુવાર રાત્રે 8:03 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેનું કેન્દ્ર તિબેટની રાજધાની લ્હાસાથી આશરે 400 કિલોમીટર દૂર તિબેટના નાગકૂ વિસ્તારમાં જમીનથી 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. ચીનના ભૂકંપ નેટવર્ક કેન્દ્ર (CENC) અનુસાર, સ્થાનિક વિસ્તારમાં ભૂકંપના આંચકા સ્પષ્ટપણે અનુભવાયા હતા. હાલમાં જાનમાલના નુકસાનની કોઈ માહિતી સામે આવી નથી. તિબેટમાં અગાઉ પણ ભૂકંપે તબાહી મચાવી છે તિબેટ વિશ્વના એવા વિસ્તારોમાં સામેલ છે, જ્યાં ભૂકંપ આવવાનો ખતરો વધુ રહે છે. અહીં ભારતીય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટો એકબીજા સાથે અથડાય છે. તેમની હિલચાલથી હિમાલય પર્વતમાળા બની છે, પરંતુ આ જ કારણસર આ વિસ્તારમાં ભૂકંપ પણ આવતા રહે છે. જાન્યુઆરી 2025માં તિબેટના તિંગરી કાઉન્ટીમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેમાં તિબેટમાં આશરે 400 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે પાડોશી નેપાળમાં 13 લોકોનાં જીવ ગયા હતા. તેના આંચકા ઉત્તર ભારત સહિત દક્ષિણ એશિયાના અનેક ભાગોમાં અનુભવાયા હતા. આ પહેલાં 2010માં પાડોશી ચીનના પ્રાંત છિંગહાઈના યૂશૂમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેમાં ઓછામાં ઓછા 2,698 લોકોનાં મોત થયાં હતાં અને આશરે 300 લોકો લાપતા થઈ ગયા હતા. ઑગસ્ટમાં પૂરથી પણ મચી હતી તબાહી તિબેટમાં આ વર્ષે 26 ઑગસ્ટે નેપાળની સરહદ નજીક પહાડ પરથી બરફ અને ખડકોનો મોટો હિસ્સો તૂટીને નદીમાં પડ્યો હતો. આના કારણે નદીનો માર્ગ થોડા સમય માટે બંધ થઈ ગયો હતો. બાદમાં પાણીનો ઝડપી પ્રવાહ નેપાળ તરફ આગળ વધ્યો, જેના કારણે અનેક ગામો, રસ્તાઓ અને પુલોને નુકસાન પહોંચ્યું હતું. ચીનના સત્તાવાર આંકડા મુજબ, તિબેટના ગ્યિરોંગ વિસ્તારમાં આ આપદામાં 43 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 519 લોકો લાપતા થઈ ગયા હતા. બીજી તરફ, નેપાળમાં પૂરને કારણે 1,455 લોકોનાં મોત થયાં હતાં અને 5,285 લોકો લાપતા હોવાનું જણાવાયું હતું. તિબેટમાં વારંવાર ભૂકંપ કેમ આવે છે?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *