બોટાદ LCB પોલીસે તુરખા ગામની સીમમાં દરોડો પાડી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી પાડી છે. પોલીસે બે આરોપી અશોક મધુ બોરસાણીયા અને વિજય મનુ બોરસાણીયાની ધરપકડ કરી છે. LCB PI જી.એમ. પાવરા અને તેમની ટીમે બાતમીના આધારે આ રેડ કરી હતી. ત્યાંથી દારૂ ગાળવાનો 1,650 લીટર આથો અને 350 લીટર દેશી દારૂ મળ્યો હતો. પોલીસે કુલ અંદાજે 1.11 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરાઈ છે.
તુરખા ગામની સીમમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ:બોટાદ LCBએ દરોડો પાડી ₹1.11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, બે પકડાયા
📅 Published: September 29, 2026 |
📂 Category: gujarati-news
