તુર્કિયેના રાષ્ટ્રપતિએ UNમાં ફરી કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો:2019થી 7 વખત ઉલ્લેખ કરી ચૂક્યા; પેલેસ્ટાઇનનું નામ લીધું તો ઇઝરાયેલી અધિકારી બહાર નીકળી ગયા

📅 Published: September 22, 2026 | 📂 Category: International

તુર્કિયેના રાષ્ટ્રપતિ રેચેપ તૈયિપ એર્દોગાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે મંગળવારે કહ્યું કે કાશ્મીર મુદ્દાનો ઉકેલ વાતચીત દ્વારા આવવો જોઈએ. એર્દોગાન 2019થી દર વર્ષે (2024 સિવાય) 7 વખત UNમાં કાશ્મીરનો ઉલ્લેખ કરી ચૂક્યા છે. ભારત અગાઉ પણ આવી ટિપ્પણીઓને નકારી ચૂક્યું છે. એર્દોગાને પેલેસ્ટાઇનના પક્ષમાં પણ ભાષણ આપ્યું. તેમણે ગાઝામાં ઇઝરાઇલની કાર્યવાહી પર આકરી ટીકા કરી. આ દરમિયાન ઇઝરાઇલના પ્રતિનિધિઓ UN મહાસભા હોલમાંથી બહાર નીકળી ગયા. UNGAમાં જનરલ ડિબેટ સાથે જોડાયેલા 5 ફોટા… ટ્રમ્પે પોતાના ભાષણમાં કહ્યું કે ક્યુબાની સરકાર ટૂંક સમયમાં પડી જશે. ત્યારબાદ ક્યુબાનું પ્રતિનિધિમંડળ યુએન મહાસભા હોલમાંથી ઊભું થઈને બહાર નીકળી ગયું. સમાચાર સાથે જોડાયેલા અપડેટ્સ માટે નીચેનો બ્લોગ વાંચતા રહો…


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *