અમદાવાદના ત્રાગડમાં આવેલી એક સોસાયટીની લિફ્ટમાં 7 વર્ષના બાળકને પાડોશમાં રહેતી મહિલાએ લાફો મારતા સારવારમાં ખસેડવાની નોબત આવી. બાળકો વચ્ચે થયેલી રકઝક બાદ ઉશ્કેરાયેલી મહિલાએ બાળક પર હુમલો કરી ધમકાવતા ગભરાઈ ગયેલા બાળકે પેન્ટમાં જ પેશાબ કરી દીધો હતો. બાળકના પિતાની ફરિયાદના આધારે સાબરમતી પોલીસે મહિલા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાળકો વચ્ચે બોલાચાલી અને મહિલાનો રોષ
7 વર્ષનો બાળક નીચે રમવા ગયો હતો, ત્યારે પાડોશમાં રહેતી અમીબેન નામના મહિલાના પુત્ર સાથે તેને મારામારી થઈ હતી. બાળકના જણાવ્યા મુજબ, સામે વાળા બાળકે તેની સાથે ગેરવર્તન કરી મોઢા પર થૂંકતા ઝઘડો થયો હતો. આ બાબતથી ક્રોધે ભરાયેલા મહિલા અમીબેને બાળકના ઘરે પહોંચી તેના માતા-પિતા સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. લિફ્ટમાં બાળકને લાફો માર્યો, CCTVમાં ઘટના કેદ
ઘટના બાદ બાળક સખત ધ્રૂજતો હતો અને તેને માથા તથા કાનના ભાગે સતત અસહ્ય દુખાવો થતો હતો. પરિવારજનોએ સોસાયટીના સીસીટીવી ફૂટેજ તપાસતા સામે આવ્યું હતું કે, મહિલા બાળકનો હાથ પકડીને તેને લિફ્ટમાં લઈ જાય છે અને ત્યાં તેને મોઢા પર લાફો મારી દે છે. બાળક હોસ્પિટલમાં દાખલ, પોલીસે ગુનો નોંધ્યો
મહિલાના માર અને ધમકીના કારણે ગભરાઈ ગયેલા બાળકની તબિયત લથડતાં તેને તાત્કાલિક કેડી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવો પડ્યો હતો. મહિલાને આ અંગે કહેવા જતાં તેણે પોલીસ ફરિયાદ કરવાની ખુલ્લી ધમકી આપી હતી. આખરે બાળકના પિતાએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ત્રાગડમાં બાળકોના ઝઘડામાં મહિલાએ 7 વર્ષના બાળકને લાફો માર્યો માર્યો:માથા અને કાનમાં દુખાવો થતાં સારવારમાં ખસેડવું પડ્યું
📅 Published: August 22, 2026 |
📂 Category: gujarati-news
