અમદાવાદના વટવા GIDC વિસ્તારમાં ત્રિકમપુરા પાટિયા પાસે જૂની અદાવતમાં ચાર શખ્સોની ટોળકીએ ત્રણ યુવકો પર તલવાર અને લોખંડના પાઈપ વડે હિંસક હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે યુવકો સારવાર હેઠળ છે. વટવા GIDC પોલીસે ચાર આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીઓએ તીક્ષ્ણ હથિયારોથી તૂટી પડ્યા
સૈજપુરમાં રહેતા હેમંતસિંહ નેગી અને તેમના ફોઈનો પુત્ર અજીતસિંહ ચૌહાણ મિત્ર અર્જુનને મળવા ગયા હતા. તે સમયે ચાર માળીયા પાસે આરોપીઓએ તીક્ષ્ણ હથિયારોથી તેમની પર તૂટી પડ્યા હતા. હુમલામાં અજીતસિંહ ચૌહાણનું ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું હતું, જ્યારે હેમંત નેગી અને અર્જુન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મૃતક અજીતસિંહ અગાઉ ચાર માળીયા વિસ્તારમાં રહેતો હતો અને હાલ હાથીજણ ખાતે શિફ્ટ થયો હતો. અગાઉ આરોપીઓએ મૃતકની પત્નીને માર માર્યો હોવાથી બંને પક્ષો વચ્ચે વૈમનસ્ય વધ્યું હતું. ગત રાત્રે અજીતસિંહ ચાર માળીયા આવતાં આરોપીઓએ ઘેરીને હત્યા કરી નાખી હતી. આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરાયો
વટવા GIDC પોલીસે તમામ ચારેય આરોપીઓ હરેશ ઉર્ફે હિતેશ સોલંકી, ધર્મેશ સોલંકી, રવિ સોલંકી અને અક્ષય સોલંકી સામે હત્યાનો ગુનો નોંધી તેમને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી છે. આરોપી હરેશ સોલંકી અને અક્ષય સોલંકી અગાઉ વર્ષ 2015માં મિતેષ નામના વ્યક્તિની હત્યાના કેસમાં પણ સંડોવાયેલા હતા.
ત્રિકમપુરામાં જૂની અદાવતમાં યુવકની હત્યા:ચાર ભાઈઓ તલવાર અને પાઈપથી ત્રણ યુવકો પર તૂટી પડ્યા, એકનું મોત; બે ઈજાગ્રસ્ત
📅 Published: September 1, 2026 |
📂 Category: gujarati-news
