સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં ચાલી રહેલા વિશ્વ પ્રસિદ્ધ તરણેતર મેળામાં મોતના કૂવાનું સ્ટેજ અચાનક તૂટી પડતાં દોડધામ મચી હતી. મોતના કૂવાના આગળના ભાગમાં બનાવવામાં આવેલું સ્ટેન્ડ અચાનક તૂટી પડતાં મેળો માણવા આવેલા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. લોખંડની એંગલ નમી પડતાં 4થી 5 લોકોને સામાન્ય ઈજા
સ્ટેજ સાથે જોડાયેલી લોખંડની એંગલ પણ નમી પડતાં ત્યાંથી પસાર થઈ રહેલા ચારથી પાંચ લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે આસપાસના લોકોમાં થોડીવાર માટે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. લોકોએ એંગલને ટેકો આપતાં મોટી દુર્ઘટના ટળી
સ્ટેજનો ભાગ તૂટી પડ્યા બાદ મેળો માણવા આવેલા લોકોએ તાત્કાલિક લોખંડની એંગલને ટેકો આપી પકડી રાખી હતી. જેના કારણે સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાથી થોડા સમય માટે મેળાના સ્થળે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
થાનગઢના તરણેતર મેળામાં મોતના કૂવાનું સ્ટેજ તૂટ્યું:દોડધામ મચી, લોખંડની એંગલ નમી પડતા 4-5 લોકોને સામાન્ય ઈજા થઈ
📅 Published: September 15, 2026 |
📂 Category: gujarati-news
